નાના પાટેકરના પિતા ટેક્સટાઈલ પ્રિન્ટિંગનો બિઝનેસ કરતા હતા અને મુંબઈમાં રહેતા હતા જ્યારે નાના પાટેકર તેમની માતા સાથે મુરાડમાં રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને સાત બાળકો હતા પરંતુ પાંચના બાળપણમાં જ મોત થયા હતા.
2/3
મુંબઈ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલા પાટેકરનું આજે 99 વર્ષની ઉંમરે નિધન થયું છે. ણીડિયા રિપોર્ટ્સ મુજબ નિર્મલા પાટેકરના અંતિમ સંસ્કાર મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પાટેકર પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર સાંજે 5.30 વાગ્યે ઓશિવારા વિદ્યુત સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
3/3
મીડિયા રિપોર્ટ્સ મુજબ વધતી ઉંમરના કારણે નાના પાટેકરના માતાની યાદશક્તિ ઓછી થઈ ઙથી જેના કારણે તેઓ કોઈને ઓળખી પણ નહોતા શકતા. કહેવામાં આવી રહ્યું છે કે માતાના નિધન સમયે નાના પાટેકર ઘરે નહોતા.