ઉલ્લેખનીય છે કે કોફી વિથ કરણના એપિસોડમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ સાથેના શારીરિક સંબંધો અને મહિલાઓને જોવાના તેમના નજરીયા વિશે કેટલીક અણછાજતી વાતો કરી હતી. આ ટિપ્પણીઓના પગલે સમગ્ર દેશમાં સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થવા લાગ્યો હતો.
2/4
હાર્દિક પંડ્યા વિશે સ્વરા ભાસ્કરે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાની વાતો મહિલા વિરોધી છે અને તેમની માનસિકતા છીછરી છે. મહિલા વિરોધી વાતો કરવી એ ગુનો નથી પરંતુ ઘણાં મુદ્દા એવા છે જેમાં ભારતીયોની માનસિકતા મહિલા વિરોધી છે. સેલિબ્રિટી કંઈ પણ કહે તે ચર્ચાનો વિષય બની જતો હોય છે જે અંગે સ્વરાએ જણાવ્યું હતું કે, આપણે સેલિબ્રિટીની વાતો પર ઓવર રિએક્ટ કરીએ છીએ.
3/4
વડોદરાની મુલાકાતે આવેલી અભિનેત્રી સ્વરા ભાસ્કરે જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યાની વાતો મહિલા વિરોધી છે. રાજ્યના વડોદરામાં શુક્રવારે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો. આ ફેસ્ટિવલ અંતર્ગત યોજાયેલા વાર્તાલાપમાં સ્વરા ભાસ્કરે મહિલાઓને લગતા મુદ્દે ચર્ચા કરી હતી.
4/4
વડોદરા: ‘કોફી વિથ કરણ’ના એપિસોડમાં મહિલાઓ વિરૂદ્ધ અણછાજતી ટિપ્પણીઓ કરનારા વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાને ચારે બાજુથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમમાંથી સ્થાન ગુમાવનારા હાર્દિક પંડ્યા અંગે હવે બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ નિવેદન આપ્યું છે.