શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી કલ્કિ કોચલિન કેવી રીતે બની માતા? શેર કર્યો ડિલિવરીનો લાઈવ ફોટો
કલ્કિએ પોતાની દાયણનો આભાર માનતાં સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. આ સાથે જ તેણે વોટર બર્થને ટેક્નિક સાથે કેવી રીતે દીકરીને જન્મ આપ્યો તે વિશે પણ ખુલાસો કર્યો
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલિન હાલમાં માતા બનવાને લઈને ચર્ચામાં છે. કલ્કિએ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે લગ્ન પહેલા દીકરીને જન્મ આપ્યો છે. કલ્કિ અને ગાય હર્ષબર્ગે પોતાની દીકરીનું નામ સૈફો રાખ્યું છે. કલ્કિએ દીકરી સૈફોને વોટર બર્થ ટેક્નિકથી જન્મ આપ્યો હતો. આ માટે તેણે દાયણની મદદ લીધી હતી. જોકે કલ્કિ કેવી રીતે દિકરીને જન્મ આપ્યો તેની એક તસવીરો પોસ્ટ કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
અભિનેત્રી કલ્કિએ પોતાની દાયણનો આભાર માનતાં સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. આ સાથે જ તેણે વોટર બર્થને ટેક્નિક સાથે કેવી રીતે દીકરીને જન્મ આપ્યો તે વિશે પણ ખુલાસો કર્યો છે.
કલ્કિ કોચલિને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ડિલિવરીના સમયની તસવીર પણ પોસ્ટ કરી હતી. આ તસવીરના કેપ્શનમાં તેણે પોતાની દાયણ વિશે લખ્યું હતું કે, દાયણ, હું શબ્દોમાં નથી કહી શકતી કે બાળકને જન્મ આપવો કેવું હોય છે અને ન તો આ શબ્દ વિશે કંઈ કહી શકું છું. આ શબ્દ એક પ્રાચીન ગ્રીક શબ્દ છે. જેનો મતલબ છે એક સહાયક મહિલા. જે હવે પ્રેગ્નન્સી, લેબર અને જન્મના સમયે એક મહિલા બીજી મહિલાની સપોર્ટ સિસ્ટમ બની ગઈ છે. મને એક દાયણ વિશે ત્યાં સુધી ખબર ન હતી કે જ્યાં સુધી હું ગર્ભવતી ન બની.
કલ્કિએ આગળ લખ્યું હતું કે, તમે ભલે ગમે તેટલા ભણેલા હોય, તૈયારીઓ કરો અથવા ડોક્ટરને પૂછો, બાળકને જન્મ આપતાં સમયે આવનારી મુશ્કેલીઓને માત્ર તમે જ અનુભવી શકો છો. એક દાયણ તમારી મસાજ કરે છે, બ્રિદિંગ ટેક્નિક બતાવે છે અને સારા લેબર માટે વ્યાયામ પણ બતાવે છે. આ સિવાય તે હોસ્પિટલ માટે પ્લાન, તમારા બાળક સાથે તમારી પ્રથમ બોન્ડિંગ, બ્રેસ્ટ ફીડિંગ અને ગણી જરૂરી વાતો જણાવે છે. આ વાતો વિશે જાણી તમને લાગશે કે, તમે પહેલી ધોરણમાં આવી ગયા છો.
પોતાની દાયણ વિશે વાત કરતા કલ્કિએ આગળ લખ્યું હતું કે, આ તસવીરમાં હું મારી દાયણ સાથે લેપરના તે પડાવ પર છું, જ્યારે તમે બેબીને પુશ કરવા માટે તૈયાર હોવ છો. મારા માટે આ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલીભર્યું કામ હતું અને દાયણના મજબૂત હાથ અને અવાજ વીના આ સંભવ ન હતું. આ પોસ્ટમાં કલ્કિએ દાયણ સહિત પોતાની સમગ્ર ટીમનો આભાર માન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion