નિક જોનાસ પ્રિયંકા ચોપરાનો પ્રથમ વિદેશી બોયફ્રેન્ડ નથી. પ્રિયંકા ચોપરાનું નામ હોલિવૂડ એક્ટર ગેરાર્ડ બટલર સાથે પણ જોડાઇ ચૂક્યું છે. બટલર પ્રિયંકાને મળવા માટે જયપુરમાં પ્રિયંકાની ફિલ્મ્ના સેટ પર આવી ગયો હતો. ગેરાર્ડ ભારતમાં કોઇ હોટલમાં નહી પરંતુ પ્રિયંકાના ઘરમાં રોકાયો હતો પરંતુ આ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં.
2/7
પ્રિયંકા ચોપરા શાહિદ સાથેના સંબંધને લઇને પણ ચર્ચામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંન્નેએગોવામાં એક પ્રાઇવેટ પાર્ટીમાં સગાઇ પણ કરી લીધી હતી પરંતુ બાદમાં અચાનક બંન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું.
3/7
મીડિયામાં પ્રિયંકા અને શાહરૂખ ખાન વચ્ચે અફેરની વાતો સામે આવતી રહી છે. અનેક ફિલ્મોમાં બંન્નેની જોડીને પસંદ કરવામાં આવી છે. બંન્નેના અફેરને કારણે ગૌરી ખાને શાહરૂખ ખાનને પ્રિયંકા ચોપરા સાથે કામ નહી કરવાનું કહ્યુ હતું. આ જ કારણ છે કે પ્રિયંકા અને બોલિવૂડ કિંગ સાથે કામ નથી કરતા. આ રિપોર્ટ્સમાં કેટલી સચ્ચાઇ છે તેની પુષ્ટી કરી શકાય નહીં.
4/7
અક્ષય સાથે સંબંધ તૂટ્યા બાદ પ્રિયંકા ચોપરા હરમન બાવેજાના પ્રેમમાં પડી હતી. બંન્નેએ લવસ્ટોરી 2050માં સાથે કામ કર્યું પરંતુ હરમન કરિયરમાં તે સફળતા ના મેળવી શક્યો જેવી પ્રિયંકા ચોપરાએ મેળવી હતી. જેને કારણે બંન્નેનો સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.
5/7
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે સગાઇ કરીને પોતાના સંબંધની પુષ્ટી કરી હતી. આ અગાઉ દેશી ગર્લ પ્રિયંકાનું દિલ અનેક એક્ટર માટે ધડકી ચૂક્યુ છે. અસીમ મર્ચન્ટથી લઇને શાહરૂખ ખાન સાથે પ્રિયંકા ચોપરાના અફેરની ચર્ચા ચાલી છે.
6/7
બોલિવૂડમાં આવ્યા બાદ પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમારના અફેરની પણ ખૂબ ચર્ચા ચાલી હતી. પ્રિયંકા ચોપરા અને અક્ષયની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કામ કરતા કરતા બંન્ને એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે. પરંતુ જ્યારે ટ્વિંકલ ખન્નાએ અક્ષયને ડિવોર્સની ધમકી આપી ત્યારે અક્ષય કુમારે પ્રિયંકાનો સાથ છોડી દીધો હતો.
7/7
ફિલ્મોમા આવ્યા અગાઉ પ્રિયંકા ચોપરાનું અફેર એકટર અસીમ મર્ચન્ટ સાથે રહ્યું છે. મોડલિંગના દિવસોમાં પ્રિયંકા ચોપરા અસીમની સાથે ડેટ કરતી હતી. અસીમ પ્રિયંકા પર એક ફિલ્મ બનાવવા માંગતા હતા. પરંતુ જેવી પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની અને ફિલ્મોમાં કામ મળવાનું શરૂ થયું તેણે અસીમ મર્ચન્ટનો સાથે છોડી દીધો. આમ બંન્ને અલગ થઇ ગયા