મુંબઈઃ બોલીવુડની ડ્રામા ક્વિન ગણાતી રાખી સાવંતે દીપક કલાલ સાથે લગ્નના અહેવાલને લઈ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બંનેએ મીડિયા સાથે વાતચીત કરી અને હાઇ વોલ્ટેજ ડ્રામા પણ કર્યો. ઉપરાંત મીડિયાકર્મીઓ સામે જ અશ્લીલ વાતચીત કરતાં પણ ખચકાટ અનુભવ્યો નહોતો.
2/4
આ અવસરે દીપકે કહ્યું કે, અમારા લગ્નનું બજેટ માત્ર 70 કરોડ છે. તેના પર રાખીએ ટોકતાં કહ્યું કે તે 85 કરોડની વાત કરી હતી. 15 કરોડ ક્યાં ગયા. જેના જવાબમાં કહ્યું કે, કપડાંના પૈસા ઓછા થઈ ગયા.
3/4
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાખીએ ગાળો પણ બોલી હતી. મીડિયાની સામે તેણે દીપકને ખખડાવ્યો પણ હતો. તાજેતરમાં જ રાખીએ એક પોસ્ટ દ્વારા 31 ડિસેમ્બરે દીપક કલાલ સાથે લગ્ન કરવાની વાત જાહેર કરી હતી. જે બાદ તે સતત ચર્ચામાં છે. રાખીએ આજે યોજેલી પ્રેસ કોન્ફરન્સ પબ્લિસિટી સ્ટંટ હોવાનું માનવામાં આવે છે.
4/4
રાખી સાવંતે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે દીપિકા પાદુકોણે તેના લગ્નમાં 1 કરોડનો લહેંગો પહેર્યો હતો. આ હિસાબે મારા લગ્નમાં 8 કરોડનો લહેંગો હોવો જોઈએ. લગ્ન બાદ હું અને દીપક કલાલ ભાઈ-બહેન બનીને રહીશું. રિસેપ્શનમાં મેં શાહરૂખ, સલમાન, કરીના અને દીપિકાને આમંત્રણ આપ્યું છે.