શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્વરા ભાસ્કરના ટ્વિટ પર યૂઝસે સવાલ ઉઠાવતાં ભડકી અભિનેત્રી, કહ્યું......
સ્વરા ભાસ્કરે ટિક ટૉક પર મહિલાઓના બતાવવામાં આવતા આપત્તિજનક વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે અને સાથે યૂઝરને સભ્યતાથી વાત કરવાની સલાહ આપી હતી.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણી વખત તેના ટ્વિટને લઈ વિવાદમાં રહે છે તો ઘણી વખત હેટર્સને સણસણતો જવાબ આપતી હોય છે. તાજેતરમાં આવી ઘટના સામે આવી છે, જેમાં તેણે સોશિયલ મીડિયા યૂઝરની બોલતી બંધ કરી કરી હતી.
સ્વરા ભાસ્કરે ટિક ટૉક પર મહિલાઓના બતાવવામાં આવતા આપત્તિજનક વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે અને સાથે યૂઝરને સભ્યતાથી વાત કરવાની સલાહ આપી હતી. જાણતા ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીના એસિડ અટેકવાળો વીડિયો ઘણો વિવાદમાં આવ્યો હતો. જેના પર નારાજગી વ્યકત્ કરતાં સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યું હતું, કે ટિક ટોક આ પ્રકારની કંટેટને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે, જે મહિલાઓ સામે હિંસાને પ્રોત્સાહન આપે છે. આ કંટેટ રૂઢિવાદી વિચારસરણીને પ્રોત્સાહન આપી રહે છે.
સ્વરા ભાસ્કરના આ ટ્વિટ પર એક યૂઝરે કમેંટ કરીને લખ્યું, તમે લોકો મૂવીઝમાં નથી જોતા ? તો તે પણ ખોટું છે ? મતબલ એક વ્યક્તિની પાછળ કૂદી પડો ? તે પણ એક્ટિંગ જ કરી રહ્યો છે. જોકે, ટ્વિટમાં યૂઝરે કહ્યું કે હું આ વીડિયોનું સમર્થન નથી કરતો. માત્ર તમને સવાલ કરી રહ્યો છું.Hey @TikTok_IN why and how are you allowing this kind of content -which is SO obviously celebrating and promoting aggression and violence against women, and perpetrating false misogynistic stereotypes -to be published & viewed freely on your platform??? #Shame https://t.co/cdnlttQKQp
— Swara Bhasker (@ReallySwara) May 18, 2020
જેના પર સ્વરાએ રિએક્ટ કરતા લખ્યું, ગુરપ્રીતજી, આપણે મિત્રો નથી. તમારા સવાલનો જવાબ બીજા ટ્વિટમાં નથી. તેમ કહી તેણે લખ્યું, જ્યારે આપણી ફિલ્મોમાં મહિલા વિરોધી મજાક, સેક્સિસ્ટ સ્ટિરીયોટાઇપ્સ યા લિંગ આધારિત હિંસાને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે અનેક લોકોએ તેના સવાલ ઉઠાવ્યા હોવાનુ ઘણીવાર બન્યું છે.हर बार जब फ़िल्मों में महिला विरोधी मज़ाक़, sexist stereotypes या लिंग आधारित हिंसा को बढ़ावा दिया गया है या ‘normalise’ किया गया है- जो अक्सर हुआ है- तो अनेकों लोगों ने उसपर सवाल किये हैं! आपको सवालों से दिक़्क़त क्या है? और हाँ.. महिलाओं पर हिंसा romanticise करना ग़लत है! 🙏🏽🤷🏾♀️ https://t.co/NjwjTNTckP
— Swara Bhasker (@ReallySwara) May 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion