બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......
ખાસ વાત છે કે, અત્યાર સુધી બન્નેના લગ્નની ખબરો તો આવતી રહેતી હતી, પરંતુ હવે બન્નેના લગ્નની તારીખ પણ આવી ગઇ છે.
મુંબઇઃ બેબ ડૉલ ગીતથી બધાનુ દિલ જીતનાર બૉલીવુડ સિંગર કનિકા કપૂર છેલ્લા કેટલાય સમયથી પોતાના લગ્નની ખબરોને લઇને ચર્ચામાં છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે તે એનઆરઆઇ ગૌતમની સાથે રિલેશનશીપમાં છે. ખાસ વાત છે કે, અત્યાર સુધી બન્નેના લગ્નની ખબરો તો આવતી રહેતી હતી, પરંતુ હવે બન્નેના લગ્નની તારીખ પણ આવી ગઇ છે.
ઇ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કનિકા કપૂર 20 મેએ ગૌતમ સાથે લગ્ન કરવાની છે. જો કે તેના પહેલા લગ્ન (Kanika Kapoor Marriage) અને ત્યારપછીના છૂટાછેડા વિશે બધા જાણતા હતા, પરંતુ હવે જ્યારે તે બીજા લગ્ન કરી રહી છે ત્યારે તે પણ તેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. 43 વર્ષીય ગાયક કનિકા કપૂરે પોતાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને શૉપિંગ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. તે પોતાની સાથે સાથે પોતાના ત્રણ બાળકોની પણ શૉપિંગ કરી રહી છે.
View this post on Instagram
કનિકાના આ બીજા લગ્ન હશે. કનિકાએ અગાઉ રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા, જેઓ પણ NRI બિઝનેસમેન હતા. તેમને ત્રણ બાળકો છે. પરંતુ 2011 ની આસપાસ, તેમના મતભેદો વધ્યા અને બંનેને લાગ્યું કે તેમના લગ્નને સમાપ્ત કરવું વધુ સારું રહેશે. અને બંનેએ 2012માં છૂટાછેડા લીધા હતા.ઉલ્લેખનીય છે કે, રાજની જેમ ગૌતમ પણ લંડનમાં રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત