શોધખોળ કરો
Advertisement
મલાઈકા અરોરાએ નવા વર્ષની કરી રોમેન્ટિક શરૂઆત, આ એક્ટરને KISS કરતી તસવીર કરી શેર
તસવીરમાં અર્જુન કપૂર ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે મલાઈકા તેની પાછળ ઊભી છે અને તેને કિસ કરી રહી છે.
નવી દિલ્હીઃ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર ગત વર્ષ પોતાની રિલેશનશીપની વાત સ્વીકારી હતી. બંનેએ તે વાત સ્વીકારી હતી કે તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે લાંબા સમયથી મલાઇકા અને અર્જૂનના સંબંધો વિષે ચર્ચા ચાલી રહી હતી. મીડિયામાં પણ તે અનેકવાર સાથે દેખાયા હતા. તેમ છતાં તેમણે પોતાના સંબંધોની વાત છુપાવી રાખી. અને ગત વર્ષે જ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. ત્યારે નવા વર્ષમાં એટલે કે વર્ષ 2020ની શરૂઆતમાં જ મલાઇકાએ તેના ઓફિશયલ એકાઉન્ટથી એક તેવી તસવીર મૂકી જેણે લોકોને ચોંકાવી પણ ખરા પણ સાથે જ લોકોને પસંદ પણ ખૂબ કરી.
ખરેખર તો, મલાઈકા નવા વર્ષની ઉજવણી કરવા માટે છેલ્લા થોડા દિવસોથી ગોવામાં હતી. 31 ડિસેમ્બરની સાંજે અર્જુન કપૂર પણ ગોવા જવા માટે રવાના થયા હતા, ત્યારે આજે મલાઈકાએ અર્જુનને KISS કરતો પોતાનો એક ફોટો સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેમાં કેપ્શન પણ આપ્યું હતું કે, ‘સૂરજ, તારા, રોશની અને ખુશીઓ…2020’આ તસવીરને એક જ કલાકમાં 2.35 લાખથી વધુ લાઈક્સ મળી હતી. તસવીરમાં અર્જુન કપૂર ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે મલાઈકા તેની પાછળ ઊભી છે અને તેને કિસ કરી રહી છે. આ તસવીર કોઈ રિસોર્ટમાં લેવામાં આવી છે.View this post on Instagram
જણાવી દઈએ કે, નવા વર્ષની ઉજવણી ગોવામાં મલાઈકા પોતાના પૂરા પરિવાર સાથે ગઈ છે. આ સફરમાં મલાઈની માતા, બહેન અમૃતા અરોરા અને તેમનો સમગ્ર પરિવાર પણ છે. જેમની સાથે મલાઈકા ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement