શોધખોળ કરો
કાર અકસ્માતમાં રેપર બાદશાહનો થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત
બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહની કારનો પંજાબના લુધિયાણામાં અકસ્માત થયો હતો. જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

(ફાઇલ તસવીર)
લુધિયાણાઃ બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહની કારનો પંજાબના લુધિયાણામાં અકસ્માત થયો હતો. જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના બાદ બાદશાહ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ક્યાં બની ઘટના આ ઘટના નેશનલ હાઇવે 1 પર સરહિદ અને મંડી ગોબિંદગઢ વચ્ચે બની હતી. દુર્ઘટના સમયે એક કન્ટેનરે આર્મી ટ્રકને ટક્કર મારી હતી. જેમાં 50 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં રેપર બાદશાહની કાર પણ સામેલ હતી. આ દુર્ઘટનામાં બાદશાહને કોઇ ઇજા થઈ નથી. બાદશાહ હાલ એમી વિર્ક સાથે પંજાબમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સ નાચી ચૂક્યા છે બાદશાહની ધૂન પર બાદશાહ લાંબા સમયથી એકબાદ એક ધમાકેદાર સોંગથી તમામને દીવાના બનાવી ચુક્યો છે. છેલ્લા થોડા સમયથી બાદશાહ ફિલ્મોમાં પણ નજરે પડી રહ્યો છે. બાદશાહે બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે અને તેમને પોતાની ધૂન પર નચાવ્યા છે. થોડા દિવસો પહેલા બોલિવૂડની પીઢ અભિનેત્રા શબાના આઝમીની કારનો પણ અકસ્માત થયો હતો. જેમાં તેને ઈજા થઈ હતી. દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલનો પડકાર, કહ્યું- BJP બુધવારે એક વાગ્યા સુધીમાં CM ઉમેદવાર કરે જાહેર IND v NZ: આવતીકાલે પ્રથમ વન ડે, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા આ ખેલાડીને ટેસ્ટ ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત
વધુ વાંચો





















