શોધખોળ કરો

IND v NZ: આવતીકાલે પ્રથમ વન ડે, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી

ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકીની પ્રથમ વન ડે 5 ફેબ્રુઆરીના રોજ સેડન પાર્ક-હેમિલ્ટન ખાતે રમાશે.

હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. ભારતે ન્યૂઝીલેન્ડનો ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશ કર્યો હોવા વન ડે શ્રેણી જીતવા પણ ભારતની ટીમ ફેવરિટ છે. પાંચમી ટી-20 દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ઓપનિંગ જોડી કરશે શરૂઆત ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકીની પ્રથમ વન ડે 5 ફેબ્રુઆરીના રોજ સેડન પાર્ક-હેમિલ્ટન ખાતે રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 7.30 કલાકે મેચ શરૂ થશે. ભારતના બંને મુખ્ય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન ઘાયલ હોવાથી સીરિઝમાંથી બહાર છે. તેના સ્થાને ટીમ ઈન્ડિયાના નવા યુવા ઓપનરોને અજમાવશે. રાહુલ મિડલ ઓર્ડરમાં કરશે બેટિંગ કેપ્ટન વિરાટ કોહલીએ આજે કહ્યું કે, પૃથ્વી શો ઓપનિંગ કરશે. તેની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવી શકે છે. કોહલી લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવા માંગતો હોવાનું આજે તેણે સ્પષ્ટ કર્યું હતું. પંતને સ્થાન નહીં? ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ દરમિયાન ભારતીય વિકેટકિપર રિષભ પંત ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર સીરિઝમાં લોકેશ રાહુલે વિકેટકિપિંગ કર્યુ હતું. આ પછી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં પણ રાહુલે વિકેટકિપર બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે વન ડે શ્રેણીમાં પણ તેની પાસે વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે. પ્રથમ વન ડેમાં પણ પંતને ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત છે. ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા આ ખેલાડીને ટેસ્ટ ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget