શોધખોળ કરો
ઋતિક રોશને માનસિક સ્વાસ્થ્યને લઈ શેર કરી લોકડાઉન ટિપ્સ, જાણો
બોલિવૂડ સુપરસ્ટારે માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે વિટામિન ડી દૈનિક લેવાની સલાહ આપી છે.
મુંબઈઃ કોરોના વાયરસને લઈ દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. જેને લઈ આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. ઘરમાં પુરાઈ રહેવાના કારણે ઘણા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. જેનાતી બચવા બોલિવૂડના સ્ટાર એક્ટર ઋતિર રોશને પ્રશંસકો સાથે કેટલીક લોકડાઉન ટિપ્સ શેર કરી છે.
બોલિવૂડ સુપરસ્ટારે માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે વિટામિન ડી દૈનિક લેવાની સલાહ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક સેલ્ફીમાં ઋતિકને તડકામાં બેસેલો જોઈ શકાય છે. અભિનેતાએ સેલ્ફીને કેપ્શન આપતાં લખ્યું, રોજની 10 મિનિટ તડકો જરૂર લો.
માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ઋતિકે તાજેતરમાં પિયાનો શીખવાનું શરૂ કર્યું છે અને આ અંગે તેનું કહેવું છે કે, મસ્તિષ્કના બંને હિસ્સાને સક્રિય કરવા માટે આ ખૂબ સારું છે.
એક્ટરના પ્રશસંકોએ તેની પોસ્ટની પ્રશંસા કરી છે પરંતુ મોટાભાગનાએ માનસિક સ્વાસ્થ્ય પર કોઈપણ પ્રકારની ગંભીર ચર્ચામાં સામેલ થવાના બદલે તેના લુક પર વાત કરી છે. એક પ્રશંસકે લખ્યું, હેન્ડસમ હંક. હું તમારા માટે કંઈ પણ કરી શકુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement