National Film Awards 2023: નેશનલ ફિલ્મ એવોર્ડમાં છવાઈ ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ભાષા દિવસે જ મળ્યા 3 એવોર્ડ
National Film Awards 2023: આજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને ગર્વ અપાવનાર સમાચાર સામે આવ્યા છે.
National Film Awards 2023: આજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને ગર્વ અપાવનાર સમાચાર સામે આવ્યા છે. 69મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની 3 ફિલ્મો છવાઈ છે.
Congratulations sir @PanNalin & entire team of Chhello show..
— Niilam Paanchal (@niilampaanchal) August 24, 2023
Best Gujarati feature film chhello show
Best child artist Bhavin Rabari#69thNationalAwards #chelloshow #LastFilmShow pic.twitter.com/6qANpKwGpG
છેલ્લો શો ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત 'પંચિકા'ને બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો બીજી તરફ દાળભાત ફિલ્મને બેસ્ટ શોર્ટ ફિક્સન ફિલ્મ એવોર્ડનો એવોર્ડ મળ્યો છે. આ અંગે ગુજરાતી અંભિનેત્રી નિલમ પંચાલે છેલ્લો શો ફિલ્મની ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત સમારોહ શરૂ થઈ ગયો છે. તમે તેને PIB ની YouTube ચેનલ પર જોઈ શકો છો. વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. X (અગાઉના ટ્વિટર) પર નેશનલ એવોર્ડ ટ્રેન્ડ કરી રહ્યો છે. અભિનેતા રામ ચરણ, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆરના નામ પણ ટ્રેન્ડમાં છે. ચાહકો તેમના પ્રિય અભિનેતાને સમર્થન આપી રહ્યા છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021
નરગીસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ ઓન નેશનલ ઈન્ટિગ્રેશન-ધ કાશ્મીર ફાઇલ્સ
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ - RRR
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - રોકટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - પુષ્પા / આરઆરઆર
શ્રેષ્ઠ મેક-અપ આર્ટિસ્ટ - ગંગુબાઈ કાઠિયાવાડી
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ
શ્રેષ્ઠ એડિટીંગ - ગંગુબાઈ કાઠિયાવાડી
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - સરદાર ઉધમ સિંહ
સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - શેરશાહ
ફીચર ફિલ્મ કેટેગરી
શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન એવોર્ડ - RRR (સ્ટંટ કોરિયોગ્રાફર - કિંગ સોલોમન)
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR (કોરિયોગ્રાફર- પ્રેમ રક્ષિત)
શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સ - RRR (સ્પેશિયલ ઇફેક્ટ્સ ક્રિએટર - વી શ્રીનિવાસ મોહન)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ સિંહ
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ - સમાંતર
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - Ekda Kay Zala
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - હોમ
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - Kadaisi Vivasayi
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - Uppena
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021: નોન ફીચર ફિલ્મ
બેસ્ટ નરેશન વોઈસ ઓવર આર્ટિસ્ટ - કુલદા કુમાર ભટ્ટાચારજી
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - ઈશાન દિવેચા
બેસ્ટ એડિટિંગ - અભરો બેનર્જી (If Memory Serves Me Right)
નોન ફીચર સ્પેશિયલ મેન્શન
બાલે બંગારા-અનિરુદ્ધ જાટેકર
કરુવરાઈ- શ્રીકાંત દેવા
ધ હીલિંગ ટચ-શ્વેતા કુમાર દાસ
એક દુવા- રામ કમલ મુખર્જી