ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
Toyota ભારતીય બજારમાં તેની પહેલી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે તૈયાર છે.

Toyota ભારતીય બજારમાં તેની પહેલી માસ-માર્કેટ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે તૈયાર છે. આ નવી ઇલેક્ટ્રિક SUVનું નામ Toyota Urban Cruiser BEV હશે. કંપની 2026ના પહેલા છ મહિનામાં ભારતમાં તેને લોન્ચ કરે તેવી અપેક્ષા છે. આ SUV વાસ્તવમાં મારુતિ સુઝુકી ઇ-વિટારાનું બેજ-એન્જિનિયર્ડ મોડેલ હશે. બંને વાહનોનું ઉત્પાદન સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં કરવામાં આવશે અને તે નવા Heartect-e પ્લેટફોર્મ પર આધારિત હશે. ટોયોટા આ SUV સાથે ભારતના ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક વાહન બજારમાં મજબૂત પ્રવેશ કરવાનો હેતુ ધરાવે છે.
બહારથી મળશે ફ્યુચર જેવો લૂક
Toyota Urban Cruiser BEVની ડિઝાઇન મોટે ભાગે Maruti e Vitara જેવી હશે, પરંતુ તેમાં ટોયોટાની પોતાની સ્ટાઇલ હશે. આગળના ભાગમાં ક્રોમ સ્ટ્રીપ દ્વારા કનેક્ટેડ સ્લિમ LED હેડલેમ્પ્સ હશે. તેમાં ક્લોઝ્ડ ગ્રિલ, વર્ટિકલ એર વેન્ટ્સ અને હેમરહેડ ડિઝાઇન હશે. સાઇડ પ્રોફાઇલમાં બોડી ક્લેડીંગ અને નવા ડિઝાઇન કરેલા એરો એલોય વ્હીલ્સ હશે. પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ SUV ને પ્રીમિયમ લુક આપશે. કદની દ્રષ્ટિએ આ SUV લાંબી અને પહોળી હશે, જે અંદર પૂરતી જગ્યા આપશે.
અંદરથી પ્રીમિયમ અને Comfortable કેબિન
Urban Cruiser BEVનું ઇન્ટિરિયર એકદમ મોડર્ન અને આરામદાયક હશે. તેમાં ડ્યુઅલ-ટોન કેબિન થીમ, લો-સેટ ડેશબોર્ડ અને મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આ સિસ્ટમ વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરશે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, નવું સ્ટીયરિંગ વ્હીલ અને એમ્બિયન્ટ લાઇટિંગ પણ હશે. આરામ માટે વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને સ્લાઇડિંગ રીઅર સીટ આપવામાં આવશે, જે લાંબી મુસાફરીને સરળ બનાવશે.
ફીચર્સ, સેફ્ટી અને રેન્જ
Toyota આ ઇલેક્ટ્રિક SUVમાં ઘણી એડવાન્સ ફીચર્સ પ્રદાન કરી શકે છે, જેમ કે 360-ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેકનોલોજી, વાયરલેસ ચાર્જિંગ અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ. સેફ્ટી માટે સાત એરબેગ્સ, લેવલ-2 ADAS, ટાયર પ્રેશર મોનિટરિંગ અને સ્ટેબિલિટી કંટ્રોલનો સમાવેશ થાય છે. તે 49 kWh અને 61 kWh બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. મોટી બેટરી સાથે SUV એક જ ચાર્જ પર 500 થી 550 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. તેની શરૂઆતની કિંમત લગભગ 20 લાખ રૂપિયા એક્સ-શોરૂમ હોઈ શકે છે.



















