શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બૉમ્બે બાદ પટના હાઇકોર્ટમાં અરજી દાખલ, CBIને સોંપવામાં આવશે સુશાંત આત્મહત્યા કેસ?
આ તાજા અરજીમાં પણ મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે એ પણ કહેવાયુ છે કે આ મામલામાં મુંબઇ અને બિહાર પોલીસ બિલકુલ પણ સમર્થનની સાથે કામ નથી કરી રહી. લેખિતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી છે
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાતો દેખાઇ રહ્યો છે. હવે મુંબઇ હાઇકોર્ટ બાદ હવે પટના હાઇકોર્ટમાં પણ સીબીઆઇ તપાસને લઇને અરજી દાખલ કરવામાં આવી છે.
આ તાજા અરજીમાં પણ મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે એ પણ કહેવાયુ છે કે આ મામલામાં મુંબઇ અને બિહાર પોલીસ બિલકુલ પણ સમર્થનની સાથે કામ નથી કરી રહી. લેખિતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી છે.
પટના હાઇકોર્ટમાં પવન પ્રકાશ પાઠક અને ગૌરવ કુમાર તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, હજુ કોર્ટે આ નિર્ણય લેવાનો છે કે તે આ અરજી પર સુનાવણી કરશે કે નહીં. પટના હાઇકોર્ટના ચીફ જસ્ટીસે નક્કી કરવાનુ છે કે આ કેસ કોને સોંપવો છે, અને આ કેસની તપાસ કયા પ્રકારે કરવામાં આવે.
હવે આ એક કેસની બે હાઇકોર્ટમાં અરજી છે, બન્ને હાઇકોર્ટમાં આ મામલાને સીબીઆઇ કે કોઇ નિષ્પક્ષ તપાસની માંગને લઇને અરજી દાખલ છે. મોટાભાગે સંભાવના છે કે આ કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવે. જોકે મહારાષ્ટ્ર સરકાર સતત આનો વિરોધ કરી રહી છે. પરંતુ બિહાર સરકારે સંકેત આપ્યા છે કે તે સુશાંત કેસમાં સીબીઆઇની તપાસના પક્ષમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion