વિવાદોમાં ઘેરાઈને પણ મોટી કમાણી કરનાર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' પર આમિર ખાને પોતાનો મત રજૂ કર્યો, જાણો શું કહ્યું
અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મ દરેક જગ્યાએ છવાયેલી છે.
અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મ દરેક જગ્યાએ છવાયેલી છે. ધ કાશ્મીર ફાઈલ્સમાં હ્રદય કંપાવે તેવી કહાની બતાવામાં આવી છે. ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં પહોંચી જશે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. જો કે, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ઘણા વિવાદોમાં પણ ફસાઈ હતી. હવે આ ફિલ્મમને લઈને બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનું નિવેદન આવ્યું છે.
વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં ફિલ્મને લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ ફિલ્મના સમર્થન કરતા લોકોમાં આમિર ખાનનો પણ સમાવેશ થાય છે. આમિર ખાને કહ્યું છે કે, "કાશ્મીરી પંડિતોની પીડાને દેશના લોકોએ જાણવી જોઈએ. કાશ્મીરી પંડિતોની હાલત જોઈને હ્રદયમાં પીડા થાય છે અને દુઃખ થાય છે."
અત્યાર સુધી ધ કાશ્મીર ફાઈલ્સે ભારતમાં 141 કરોડની કમાણી કરી લીધી છે. પ્રથમ અઠવાડિયામાં ફક્ત 630 થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ હતી. પણ હવે 4000 જેટલી સ્ક્રિન પર ફિલ્મ બતાવામાં આવી રહી છે. ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ ડબ કરાઈ રહી છે. આંકડા જોઈએ તો ફિલ્મ 200 કરોડની કમાણી આવનારા થોડા દિવસોમાં પુર્ણ કરી લેશે. જો કે, ફિલ્મ પર શરુ થયેલો વિવાદ હજી સુધી પુરો નથી થયો.
થોડા દિવસ પહેલાં ધ કાશ્મીર ફાઈલ્સની ટીમે યોગી આદિત્યનાથ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ સીએમ યોગીએ ફિલ્મની ટીમ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના વખાણ પ્રધાનમંત્રી મોદીથી લઈને બાજપના મોટા નેતાઓ પણ કરી ચુક્યા છે. આઠ રાજ્યોમાં ફિલ્મ ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે.