India at 2047 Summit: પહેલગામ હુમલા પર બોલ્યો આમિર ખાન, કહ્યું, 'અમને PM મોદી પર ભરોસો છે અને તેઓ'
બોલિવૂડના સૌથી મોટા અભિનેતાઓમાંના એક અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન, 6 મેના રોજ દિલ્હીમાં ABP નેટવર્ક ઇન્ડિયા @ 2047 સમિટમાં હાજરી આપી હતી.

India at 2047 Summit: બોલિવૂડના સૌથી મોટા અભિનેતાઓમાંના એક અને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન, 6 મેના રોજ દિલ્હીમાં ABP નેટવર્ક ઇન્ડિયા @ 2047 સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતાએ વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.
બોલીવૂડ અભિનેતા આમિર ખાને કહ્યું કે અમારું માનવું છે કે ત્યાં જે કંઈ થયું તે પીએમ મોદી જી પર છોડી દેવું જોઈએ. તેઓ ચોક્કસ કંઈક કરશે. તેમણે કહ્યું કે લોકોને ન્યાય મળવો જ જોઈએ.
પહેલગામ હુમલા પર આમિર ખાને શું કહ્યું ?
પહેલગામ હુમલાના પ્રશ્ન પર જ્યારે એન્કરે આમિર ખાનને પૂછ્યું કે શું તેમને લાગે છે કે આપણે પાકિસ્તાન પાસેથી બદલો લેવો જોઈએ. આના જવાબમાં આમિર ખાને કહ્યું- પહેલગામમાં જે કંઈ થયું તે ખૂબ જ ખોટું હતું. નિર્દોષ લોકો માર્યા ગયા, જે બિલકુલ સહન કરી શકાય નહીં.
'આપણે મોદીજી પર છોડી દેવું જોઈએ' - આમિર ખાન
આમિર ખાને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત પર કહ્યું આપણે મોદી સરકાર પર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ ચોક્કસપણે કંઈક કરશે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે તો હું આના પર શું કહું, મને લાગે છે કે આ સરકાર પર છોડી દેવું જોઈએ અને તેઓ ચોક્કસપણે આ આતંકવાદી ઘટનાથી પીડીત લોકોને ન્યાય અપાવશે.
થિયેટરોની સંખ્યા વધારવા પર બોલ્યો આમિર ખાન
ભારતમાં થિયેટરોની સંખ્યા વધારવા અંગે આમિર ખાને કહ્યું કે, ભારતમાં બહુ ઓછા થિયેટર છે. ચીનમાં લગભગ 90 હજાર થિયેટરો છે. ભારતમાં લગભગ 10 હજાર થિયેટરો છે. હિન્દી ફિલ્મો માટે ફક્ત 4000 કે 5000 સ્ક્રીન ઉપલબ્ધ છે. સૌ પ્રથમ, આપણને વધુ થિયેટરોની જરૂર છે.
એબીપી પ્લેટફોર્મ પર આમિર ખાને તેની આગામી ફિલ્મ સિતારે જમીન પર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે આમાં તેનું પાત્ર ગુલશનનું હશે જે તારે જમીન પરના શિક્ષક નિકુંભથી સંપૂર્ણપણે અલગ હશે. આમિર ખાને એમ પણ કહ્યું કે તેનું પાત્ર વાસ્તવમાં એક કોચનું છે જેના વિદ્યાર્થીઓ તેના પર ગુસ્સે થાય છે કારણ કે ગુલશન ખૂબ જ ઝઘડાળુ છે. ફિલ્મની થીમ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ ફિલ્મ તેના પહેલા ભાગની થીમને આગળ ધપાવશે પરંતુ વધુ રસપ્રદ રીતે.





















