શોધખોળ કરો

Pushpa 2: પુષ્પા-2ની રિલીઝ ડેટમાં ફેરફાર, જાણો હવે અલ્લૂ અર્જૂનની ફિલ્મ કઇ તારીખે થશે રિલીઝ ?

Pushpa 2 The Rule: પુષ્પા 2એ એકલા ફિલ્મના મ્યૂઝિક રાઈટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે. નિર્માતાઓએ સેટેલાઇટ રાઇટ્સમાંથી 85 કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે

Pushpa 2 The Rule: અલ્લૂ અર્જૂનની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ને લઇને ફેન્સ ખુબ એક્સાઇટેડ છે, ફેન્સ માટે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે મેકર્સ આ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અલ્લૂ અર્જૂન પોતે ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરીને નવી રિલીઝ ડેટ જાહેર કરી છે.

ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2: ધ રૂલ' ?
અલ્લૂ અર્જૂને થોડા સમય પહેલા પુષ્પા 2નું પૉસ્ટર શેર કરીને નવી તારીખનો ખુલાસો કર્યો છે. આ પોસ્ટરમાં અલ્લૂ અર્જૂન મોંઢામાં સિગાર અને હાથમાં પિસ્તોલ લઈને ઉભો જોવા મળી રહ્યો છે.

પૉસ્ટના કેપ્શનમાં, અભિનેતાએ હેશટેગના ઉપયોગ સાથે લખ્યું છે, "પુષ્પા 2 ધ રૂલ 5 ડિસેમ્બરે આવી રહ્યું છે".

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

પહેલા આ તારીખે થવાની હતી રિલીઝ  
વર્ષ 2021માં આવેલી પુષ્પા ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાનો હતો. જોકે, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તે નિર્ધારિત રિલીઝ તારીખના 1 દિવસ પહેલા એટલે કે 5મી ડિસેમ્બરે રિલીઝ થશે.

નિર્માતાઓના આ નિર્ણયથી ફિલ્મને ફાયદો થઈ શકે છે કારણ કે જો ફિલ્મ 6 તારીખે રિલીઝ થઈ હોત તો તેને વીકએન્ડના એક દિવસ પહેલા જ મળી હોત, પરંતુ ફિલ્મ શુક્રવારને બદલે 5 ડિસેમ્બરે ગુરુવારે રિલીઝ થશે. જેના કારણે ફિલ્મને વીકએન્ડના 2 દિવસ પહેલા એટલે કે વીકેન્ડ સુનામીના 2 દિવસ પહેલા તોફાન શરૂ થઈ ગયું હશે.

પુષ્પા 2 ધ રૂલની સ્ટારકાસ્ટ અને સ્ટૉરી 
પુષ્પા 2 ધ રૂલની સ્ટૉરી ત્યાંથી શરૂ થશે જ્યાં અગાઉની ફિલ્મની સ્ટૉરી સમાપ્ત થઈ હતી. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી જ દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ છે. આ ફિલ્મ એક સામાન્ય માણસની બ્રાન્ડ બનવાની સ્ટૉરી છે.

ફિલ્મમાં અલ્લૂ અર્જૂન-રશ્મિકા મંદાના લીડ રૉલમાં જોવા મળશે. આ સિવાય ફહદ ફાસીલ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પ્રિયમણી, શ્રીતેજ અને અનુસૂયા ભારદ્વાજ પણ આ ફિલ્મનો એક ભાગ છે.

પુષ્પા 2 ધ રૂલ રિલીઝ પહેલા કરી ચૂકી છે બમ્પર કમાણી 
જ્યાં 2021માં રીલિઝ થયેલી ફિલ્મ પુષ્પાએ ઘણી બધી ચલણી નોટો સાથે અનેક એવોર્ડ મેળવ્યા હતા. જ્યારે પુષ્પા 2 ધ રૂલ રિલીઝ પહેલા જ સો કરોડનો બિઝનેસ કરી ચૂકી છે.

એકલા ફિલ્મના મ્યૂઝિક રાઈટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે. નિર્માતાઓએ સેટેલાઇટ રાઇટ્સમાંથી 85 કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના નોન થિયેટ્રિકલ રાઈટ્સથી કમાણી 425 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

પુષ્પા 2 બૉક્સ ઓફિસ પર મચાવશે ધમાલ 
પુષ્પા (2021) એ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પુષ્પા 2 ના બોક્સ ઓફિસ આંકડા, જે તેની રિલીઝ પહેલા આવી રહ્યા છે, તે દર્શાવે છે કે ફિલ્મ સુનામી લાવવા જઈ રહી છે.

ફિલ્મે રિલીઝ પહેલા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પ્રી-બિઝનેસમાં રૂ. 220 કરોડની કમાણી કરી લીધી છે. તેણે ઉત્તર ભારતમાં 200 કરોડ રૂપિયા, કર્ણાટકમાં 30 કરોડ રૂપિયા, કેરળમાં 20 કરોડ રૂપિયા, તમિલનાડુમાં 50 કરોડ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 150 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચો 

22 વર્ષની હૉટ એક્ટ્રેસે કરી લીધુ ફેમિલી પ્લાનિંગ, બોલી- અત્યારે લવલાઇફ કામ કરતી નથી ને... 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ
IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ
વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ
વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ
Maharashtra Election: શરદ પવારને ઝટકો, સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો કર્યો ઇનકાર
Maharashtra Election: શરદ પવારને ઝટકો, સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો કર્યો ઇનકાર
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આટલા દિવસ પહેલા લેવી પડશે મંજુરી
Embed widget