શોધખોળ કરો
Advertisement
વર્ચ્યૂઅલ ડેટિંગથી આ હીરો કમાયો અધધધ રૂપિયા, હવે મહિના સુધી 300 ગરીબ પરિવારોને કરાવશે ભોજન
અર્જૂન કપૂર વર્ચ્યૂઅલ ડેટ પર ગયો હતો, આમાંથી તેને અધધધ રૂપિયા એકઠા કર્યા અને આ રકમનો ઉપયોગ હવે તે 300 મજૂર પરિવારોની મદદ માટે કરી રહ્યો છે
મુંબઇઃ કોરોના અને ખાસ કરીને લૉકડાઉનના કારણે દેશમાં જુદીજુદી જગ્યાએ ગરીબો અને મજૂરોની હાલત દયનીય થઇ ગઇ છે. લોકો ભોજન અને રહેવાની સગવડ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક્ટર અર્જૂન કપૂરે એક ખાસ અભિયાન હાથ ધર્યુ છે. તેને એક મહિના સુધી 300 ગરીબ મજૂર પરિવારોને ભોજન આપવાનો નિર્ણય કર્યો છે.
ખાસ વાત છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અભિનેતા અર્જૂન કપૂરે એક અલગ અંદાજમાં ફંડ ભેગુ કર્યુ છે. અર્જૂન કપૂર વર્ચ્યૂઅલ ડેટ પર ગયો હતો, આમાંથી તેને અધધધ રૂપિયા એકઠા કર્યા અને આ રકમનો ઉપયોગ હવે તે 300 મજૂર પરિવારોની મદદ માટે કરી રહ્યો છે.
અર્જૂનની બહેન અંશુલા કપૂરે ઓનલાઇન ફન્ડિંગ પ્લેટફોર્મ, ફેનફાઇન્ડની મદદથી આ ફંડ એકઠુ કર્યુ છે. આ પહેલા અર્જૂને લગભગ 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, આનાથી કમાયેલી આ રકમથી એક્ટર એક મહિના સુધી 300 મજૂરો પરિવારોને ભોજન ઉપલબ્ધ કરાવશે.
અર્જૂને આ માટે એક પૉસ્ટ પણ શેર કરી છે, જેમાં તે રોજ કમાઇને રોજ ખાતા મજૂરોની ચિંતા કરી રહ્યો છે, તેને 30 મિનીટના વર્ચ્યૂઅલ ડેટથી મોટા પ્રમાણમાં રૂપિયા ભેગા કર્યા છે. એક્ટરે ગીવ ઇન્ડિયાને પણ મદદ કરી છે.
અભિનયની વાત કરીએ તો અર્જૂન કપૂર, દિબાકર બેનર્જીની આગામી ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર આવી રહી છે. આમાં એક્ટર મુખ્ય રૉલમાં દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement