શોધખોળ કરો

Aaliya Siddiqui Video: નવાઝુદ્દીન સિદ્દીકી સામે નોંધાઈ બળાત્કારની ફરિયાદ, પત્ની આલિયાએ કર્યા ગંભીર આક્ષેપો

નવાઝુદ્દીન સિદ્દીકીનું વ્યક્તિગત જીવન હાલમાં ચર્ચામાં છે. તેની પત્ની આલિયા સિદ્દીકીએ અભિનેતા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. સાથે જ પાવરનો ઉપયોગ કરી બાળકોને છીનવી લેવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

Aaliya Siddiqui Video: બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. તેની પત્ની આલિયા સિદ્દીકીએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નવાઝ તેની પાસેથી બાળકોને છીનવા માંગે છે. તેઓ બાળકોની કસ્ટડી ઇચ્છે છે. આ વીડિયોમાં આલિયા રડી રહી છે. તેણે એમ પણ કહ્યું કે તે આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહી છે. જાણો કે તેને કયા નવા આરોપો લગાવ્યા છે.

આલિયાએ નવાઝ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી

આલિયા સિદ્દીકીએ વીડિયો શેર કરી કહ્યું કે 'એક મહાન અભિનેતા જે ઘણી વાર મહાન વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરે છે! તેની નિર્દય માતા જે મારા નિર્દોષ બાળકને નાજાયજ બોલે છે અને આ માણસ મૌન રહે છે. વર્સોવા પોલીસ સ્ટેશનએ ગઈકાલે તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ (પુરાવા સાથે) નોંધી છે. કઈ પણ થાય હું તમારા નિર્દોષ બાળકોને આ નિર્દય હાથમાં નહી જવા દઉં. 

View this post on Instagram
 
A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

નવાઝુદ્દીન બાળકોની કસ્ટડી ઇચ્છે છે

આ વીડિયોમાં નવાઝુદ્દીનની પત્ની આલિયા સિદ્દીકી કહે છે, 'નવાઝે ગઈકાલે કોર્ટમાં એક કેસ મૂક્યો છે, જેમાં તેણે કહ્યું કે તેને આ બાળકોની જરૂર છે. તેઓ બાળકોની કસ્ટડી ઇચ્છે છે. હું ફક્ત તમારા લોકો પાસેથી જાણવા માંગું છું કે જે વ્યક્તિએ ક્યારેય બાળકોને મહેસુસ નથી કર્યા, ક્યારેય તેમનું ધ્યાન નથી રાખ્યુ. જન્મ્યા ત્યારથી તે બાળકો વિશે કઈ જ નથી જાણતો. ડાયપર કેવી રીતે પહેરવાય એ પણ નથી ખબર અને હવે તેને અચાનક બાળકોની યાદ આવવા લાગી છે. તે બધાને દેખાડવા માંગે છે કે તે ખૂબ સારો પિતા છે તેને બાળકોની જરૂર છે. તે મારી પાસેથી મારા બાળકોને છીનવવા માંગે છે. આટલું બોલતા જ આલિયાના આંખમાંથી આસું વહેવા લાગે છે. અને કહે છે કે તે એક સારો માણસ નથી જે એક માં પાસેથી તેનું બાળક છીનવવા માંગે છે.

આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે આલિયા

તેણે વધુમાં કહ્યું, 'તે પોતાના પાવરનો ઉપયોગ કરી રહ્યો છે. તમે તમારા પૈસાથી સંખ્યાબંધ લોકોને ખરીદી શકો છો, પરંતુ મારા બાળકો મારી પાસેથી ક્યારેય છીનવી શકશો નહી. તમે મને ક્યારેય પત્ની માની નથી બધાની સામે તમે મને પત્ની માનવાથી મનાઈ કરી છે. મે તો હંમેશા તમને પતિ માન્યા. દરેક બાબતે મે સાચા દિલથી તમને પતિ માની સન્માન કર્યું. જ્યારે તમે મારી સાથે દગો કર્યો. હું આ વાતને ક્યારેય નહી ભૂલી શકું કે તમે મારી સાથે આટલો મોટો દગો કર્યો. મેં તમને મારા જીવનનો સૌથી કિંમતી સમય આપ્યો છે અને તમે મારા બાળકોને છીનવી લેવાની વાત કરી રહ્યા છો. મને પૈસાની સમસ્યા છે. આર્થિક રીતે હું ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. હું પહેલા પણ સધ્ધર નહોતી અને આજે પણ નથી. તમે મને બધી બાજુથી નબળી પાડી દીધી. હવે તમે મારા બાળકો છીનવી લેવાની વાત કરો છો.

આલિયાએ કહ્યું- કોર્ટ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે

તે આગળ કહે છે, 'મને લાગે છે કે આ માણસ તેની પ્રસિદ્ધિમાં એટલો બધો પાગલ થઈ ગયો છે કે તેને ખબર જ નથી પડતી કે તે એક માં પાસેથી તેના બાળકો છીનવી રહ્યો છે. આજે પણ મારા બંને બાળકો મને ચીપકીને મારી સાથે સૂઈ જાય છે અને આ મારાથી બાળકોને છીનવી લેશે. બાળકો મારી પાસેથી ક્યાં લઈ જશે, મારા બાળકો તેની સાથે શું રહેશે! બાળકને પણ ખબર નથી કે પિતા શું છે. તે ક્યારેય પુત્રને લાગણી આપી નહીં શકે. ક્યારેય મારા બાળકોને તેણે ગળે લગાડ્યા નથી. મને કોર્ટમાં વિશ્વાસ છે કે આ નિર્ણયો મારી તરફેણમાં આવશે અને તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે આ માણસની ડાર્ક સાઈડ દેખો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget