Shershaah: ‘શેરશાહ’ ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર ભાવુક થયો સિદ્ધાર્થ મલ્હોત્રા, લખ્યું, 'યે દિલ માંગે મોર'
Sidharth Malhotra On Shershaah 2 Years completion: બે વર્ષ પહેલાં, સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક એવી સફર શરૂ કરી કે જેણે તેની કારકિર્દીને ન માત્ર ઉંચાઈઓ સુધી પહોંચાડી પરંતુ દર્શકોના દિલ પણ જીતી લીધા.
Sidharth Malhotra On Shershaah 2 Years completion: બે વર્ષ પહેલાં, સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક એવી સફર શરૂ કરી કે જેણે તેની કારકિર્દીને ન માત્ર ઉંચાઈઓ સુધી પહોંચાડી પરંતુ દર્શકોના દિલ પણ જીતી લીધા. આઇકોનિક કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવવી એ સિદ્ધાર્થ મલ્હોત્રા માટે ગર્વની ક્ષણ બની ગઈ. આ પાત્રએ તેને રિયલ હીરોના જીવનમાં ઊંડાણપૂર્વક જોવાની તક આપી.
ભૂમિકા માટે સિદ્ધાર્થની પ્રતિબદ્ધતા પણ પ્રશંસનીય હતી. તેમણે બત્રાની ભાવના, હિંમત અને સમર્પણને દર્શાવતા પોતાની જાતને આ પાત્રમાં ઉંડાણપૂર્વક ડૂબાડી દીધો હતો. આજે ‘શેરશાહ’ ફિલ્મે રિલીઝના બે વર્ષ પૂર્ણ કર્યા છે. તેની રિલીઝની યાદો હજુ પણ તાજી છે અને તેને દર્શકો તરફથી મળેલો પ્રેમ હજુ પણ અકબંધ છે. ફિલ્મના બે વર્ષ પૂર્ણ થવા પર ફિલ્મના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ શેર કરી છે.
'શેરશાહ'ના બે વર્ષ પૂરા થવા પર સિદ્ધાર્થે લખી ઈમોશનલ નોટ
શનિવારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'શેરશાહ'ની યાદમાં હિન્દીમાં એક ઈમોશનલ નોટ લખી હતી. તેણે લખ્યું, “12 ઓગસ્ટ 2023, જીવન ભાગ્યે જ કોઈ કલાકારને એવી તક આપે છે જ્યારે તે એવા પાત્રને જીવી શકે જે આકાશમાં ચમકતા સૂર્યની જેમ અમર બની ગયું હોય. હવે તમે તેને સંયોગ ગણો કે મારું સૌભાગ્ય, મને પણ આ સુંદર તક 'શેરશાહ' તરફથી મળી.
View this post on Instagram
સિદ્ધાર્થે આગળ લખ્યું, “કેપ્ટન વિક્રમ બત્રાના પાત્રને ભજવવાથી મને જીવન સાથે વધુ જોડી દીધો. તેમની ઝીણવટ, તેમની ખુમારી, તેમની દેશભક્તિ, તેમનો જુસ્સો, હું તેમના દરેક ભાગ સાથે જોડતો રહ્યો અને આ લાંબી મુસાફરી પછી શેરશાહ તમારી સામે આવી. 2 વર્ષ પહેલા આજના દિવસે જ તમે બધાએ શેરશાહને કોઈ નજીકના વ્યક્તિની જેમ ગળે લગાવી લીધી હતી અને જ્યારે પણ આ તારીખ મારી સામે આવે છે, મારું દિલ બસ એક વાત કહે છે, યે દિલ માંગે મોર. આપકા શેરશાહ”
સિદ્ધાર્થની પોસ્ટ પર પત્ની કિયારાએ પ્રતિક્રિયા આપી
સિદ્ધાર્થની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, સિદ્ધાર્થ મલ્હોત્રાની પત્ની અને શેરશાહની સહ-અભિનેત્રી કિયારા અડવાણીએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. જ્યારે એક ચાહકે લખ્યું, "સિદ...તમે આ ફિલ્મમાં જે કર્યું છે તેની કદર કરવાનું ક્યારેય ન ભૂલી શકાય...આ પાત્રને જીવવા બદલ આભાર...તમામ સિનેમા પ્રેમીઓ તરફથી આભાર.