શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી કંગના રનૌતના ઘરમાં જલ્દી જ વાગશે શરણાઈ? જાણો કેમ
કંગનાના ભાઈ અક્ષતની થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ભાઈના લગ્નમાં કંગના ખબૂ જ ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ઘરમાં બહુ જ જલ્દી શરણાઈ વાગવાની છે. કંગનાના ભાઈ અક્ષતની થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ભાઈના લગ્નમાં કંગના ખબૂ જ ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી હતી. આ સેલિબ્રેશનની તસવીરો કંગનના ચાહકોને બહુ જ પસંદ આવી હતી.
વાયરલ થયેલી તસવીરોમાં કંગના બનારસી સાડીમાં ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી રહી હતી. આ દરમિયાન કંગનાએ પોતાના ટ્રેડિશનલ લુકને સંપૂર્ણ રીતે ગોલ્ડન કલરની સાડી ગળામાં ચોકર અને ડાર્ક રેડ લિપસ્ટિકની પસંદગી કરી હતી. લુકમાં કંગના બહુ જ ખુબસુરત જોવા મળી હતી.
આ સગાઈ સેરેમનીમાં કંગનાનો આખો પરિવાર એકસાથે મસ્તી અને સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. કંગનાની થનારી ભાભીનું નામ રિતુ સાંગવાન છે. આ સગાઈ સેરેમનીનો એક વીડિયો વાયરલ થયો છે.Such a beautiful moment 🥰 pic.twitter.com/b0qvgD2VSa
— Rangoli Chandel (@Rangoli_A) November 8, 2019
વીડિયોમાં કંગના એક સોંગ દેશી ડાન્સ કરતી જોવા મળી રહી છે. કંગના મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી છે. વીડિયોમાં પહાડી ટોપી લગાવીને કંગનાના દાદા પણ ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. કંગનાના દાદા રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે.some moments for my friends who asked for pictures from the event 🥰🥳 pic.twitter.com/N0ruTBw1aC
— Rangoli Chandel (@Rangoli_A) November 8, 2019
આ ઉપરાંત કંગનાએ ફેમિલી ઈવેન્ટમાં શૈમ્પેઈનની બોટલ ખોલીને પણ સેલિબ્રેશન કર્યું હતું. આ તસવીરોમાં કંગનાના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. કંગનાનો ભાઈ અક્ષતે હરિયાળાની રિતુ સાંગવાન સાથે સગાઈ કરી છે. રિતુ ડોક્ટર છે.Dear friends please bless them for their new beginnings 🥰 pic.twitter.com/DVVLPIP2bE
— Rangoli Chandel (@Rangoli_A) November 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion