શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતની મોટી જાહેરાત, હવે પડદા પર બનશે દેશની પ્રથમ મહિલા PM ઇન્દિરા ગાંધી
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે તે રાજનીતિજ્ઞ પાત્ર કોઇ બીજી નહીં પરંત દેશની પહેલી અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હશે
મુંબઇઃ આ વર્ષે રિલીઝ થનારી પોતાની ફિ્લમ થલાઇવીમાં તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાનો રૉલ કરી રહેલી એક્ટ્રેસ કંગના રનૌત હવે જલ્દી એકવાર મોટુ રાજનીતિજ્ઞ વ્યક્તિત્વની ભૂમિકા નિભાવશે.
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે તે રાજનીતિજ્ઞ પાત્ર કોઇ બીજી નહીં પરંત દેશની પહેલી અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ થલાઇવીની જેમ બાયૉપિક નહીં હોય, અને ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત બીજા કેટલાય મુખ્ય સ્ટાર કામ કરતા દેખાશે. કંગના તાજેતરમાં જ જે.જયલલિતાની જિંદગી પર આધારિત ફિલ્મ થલાઇવીનૂ શૂટિગં પુરી કરી ચૂકી છે. આ ઉપરાંત તેને પોતાની એક્શન ફિલ્મ ધાકડ અને તેજસનુ પણ શૂટિંગ શરૂ કરી લીધુ છે. તાજેતરમાંજ કંપનાએ વૉરિયર ક્વિન ઓફ કાશ્મીરના નામથી જાણીતી દિદ્વા પર મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા અને અપરાજિત અયોધ્યા નામની ફિલ્મો પણ બનાવવાની જાહેરાત કરી હતી.
ખરેખરમાં, પોતાની આગામી ફિલ્મ ઇન્દિરા ગાંધીની ભૂમિકા નિભાવવાને લઇને કંગનાએ કહ્યું- હા, અમે આ પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ અને આ ફિલ્મની સ્ક્રીપ્ટ જલ્દી જ પુરી કરી લેવામાં આવશે. આ ઇન્દિરા ગાંધીની બાયૉપિક નથી. પરંતુ આ એક ભવ્ય પીરિયડ ફિલ્મ હશે. જે આજની પેઢીને દેશની હાલની સામાજિક-રાજનીતિક સ્થિતિને લઇને સારી રીતે સમજાવવામાં મદદ કરશે.
કંગના આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, આ ફિલ્મમાં બીજા કેટલાય સ્ટાર કલાકર કામ કરશે, અને ઇન્દિરા ગાંધીના રૂપમાં ભારતમાં રાજનીતિક ઇતિહાસની સૌથી આઇકૉનિક પાત્રને નિભાવવાને લઇને એકદમ ઉત્સાહિત છું.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત કંગના આ ફિલ્મને પ્રૉડ્યૂસ પણ કરશે, આ ફિલ્મની કહાની અને સ્ક્રીનપ્લે નિર્દેસક સાઇ કબીર લખી રહ્યાં છે, જે આ ફિલ્મને ડાયેરક્ટ પણ કરશે. ખાસ વાત છે કે સાઇ કબીરે કંગના રનૌત સ્ટારર ફિલ્મ રિવૉલ્વર રાનીનુ પણ નિર્દેશન કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement