શોધખોળ કરો
Advertisement
હાથરસ ગેન્ગરેપ ઘટનાથી ગુસ્સે ભરાયેલી પ્રિયંકા ચોપડાએ છોકરાઓના માતા-પિતાને કર્યો આ મોટો સવાલ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે આ પહેલા અક્ષય કુમાર, કંગના રનૌત, અનુષ્કા શર્મા, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા, જાવેદ અખ્તર, રિતેશ દેશમુખ સહિતના તમામ સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર ઘટના વિરુદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે, અને ન્યાયની માંગ કરી છે
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેન્ગરેપ પીડિતાના મોત બાદ દરેક લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ આ ઘટનાને લઇને ટવીટ કર્યુ છે. ટ્વીટમાં પ્રિયંકાએ આ દૂષ્કર્મને લઇને ગુસ્સા સાથે સવાલ પણ પુછ્યો છે.
પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં પોતાની વાત કહેતા એક લાંબી પૉસ્ટ લખી, જેમાં એક્ટ્રેસે બર્બરતાની નિંદા કરતા પુછ્યુ કે આવી ઘટના વારંવાર કેમ થઇ રહી છે, હંમેશા મહિલાઓ અને યુવતીઓ જ કેમ રેપનો શિકાર થાય છે. આ નફરત કેમ? શું માતા-પિતા પોતાના બાળકોને આવી રીતે વધારી રહ્યાં છે? શું સરકારને બૂમો સંભળાતી નથી? અને કેટલી નિર્ભયા? અને કેટલા વર્ષ?
ઉલ્લેખનીય છે કે આ પહેલા અક્ષય કુમાર, કંગના રનૌત, અનુષ્કા શર્મા, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા, જાવેદ અખ્તર, રિતેશ દેશમુખ સહિતના તમામ સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર ઘટના વિરુદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે, અને ન્યાયની માંગ કરી છે.
આ પહેલા બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર, ફરહાન અખ્તર, ઋચા ચઢ્ઢા સહિતના અન્ય સેલેબ્સે ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની છોકરી પર થયેલા સામૂહિક દુષ્કર્મ અને તેના મોત મામલે દોષીઓને કડક સજા કરવાની માંગ કરી હતી, છોકરીનો 14 સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર થયો, તેને અલીગઢના જવાહર લાલ નહેરુ મેડિકલ કૉલેજ અને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી. બળાત્કાર બાદ આરોપીઓએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરવા માંગી હતી, અને તેને બચવાના પ્રયાસમાં પોતાની જ જીભ કાપી નાંખી. તેની સ્થિતિમાં કોઇ સુધારો ના આવતા સોમવારે તેને દિલ્હીની સફદરગંજ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી, જ્યાં તેનુ મોત થઇ ગયુ, અને મંગળવારે મોડીરાત્રે તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement