કોર્ટે મંજૂરી છતાં રિયા ચક્રવર્તી નહીં જઇ શકે વિદેશ, જાણો હવે કઇ મોટી મુશ્કેલીમાં મુકાઇ એક્ટ્રેસ
રિપોર્ટ અનુસાર, રિયા ચક્રવર્તીને કોર્ટે શરતોને આધિન વિદેશ જવાની પરવાનગી આપી છે પરંતુ રિયા સામે હાલમાં લૂકઆઉટ નૉટિસ જાહેર થયેલી છે.
મુંબઇ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુતના મોતને લઇને કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી ફરી એકવાર મુસ્કેલીમાં મુકાઇ ગઇ છે. ખરેખરમાં રિયા ચક્રવર્તીએ આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી પુરસ્કાર (IIFA) 2022ના ભવ્ય સમારોહ અબુધાબીમાં શરૂ થઇ ચૂક્યો છે. 2 જૂનથી 4 જૂન વચ્ચે ચાલનારા IIFAના આ રંગારંગ કાર્યક્રમમાં સામેલ થવા માટે રિયા ચક્રવર્તીએ કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માંગી હતી, કોર્ટે આને ધ્યાનમાં રાખીને રિયા ચક્રવર્તી વિદેશ જવાની અનુમતી પણ આપી, જોકે હવે રિયા ચક્રવર્તીએ વિદેશ જવાનુ અચાનક માંડી વાળ્યુ છે, આ માટે લૂકઆઉટ નૉટીસ જવાબદાર છે.
રિપોર્ટ અનુસાર, રિયા ચક્રવર્તીને કોર્ટે શરતોને આધિન વિદેશ જવાની પરવાનગી આપી છે પરંતુ રિયા સામે હાલમાં લૂકઆઉટ નૉટિસ જાહેર થયેલી છે. જેના કારણે રિયા IIFA 2022 સામેલ નથી થઇ શકતી.
રિયા વતી તેના ધારાશાસ્ત્રીએ એનડીપીએસ કોર્ટને જણાવ્યું હતું કે રિયાએ વિદેશ જવા માટે કોર્ટની મંજૂરીની માગણી કરી ત્યારે તેને ખબર ન હતી કે તેની સામે કોઈ એજન્સીએ લૂકઆઉટ નૉટિસ પણ જાહેર કરવામાં આવી છે. હવે આ જાણ થતાં રિયાએ વિદેશ જવાનું મુલત્વી રાખ્યું છે. વકીલે કહ્યું હતું કે હવે રિયા વિદેશ નહીં જવાની હોવાથી તેનો પાસપોર્ટ પાછો મેળવવાની કોઈ જરુર નથી. એનડીપીએસ કોર્ટે આ રજૂઆતની નોંધ લઈ એનસીબીને આનુષંગિક કાર્યવાહી માટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ખુલેલા ડ્રગ્સ કેસમાં દોષિત સાબિત થઇ છે, અને હાલમાં તેના પર કેસ ચાલી રહ્યો છે.
રિયાની પહેલાં જેક્વેલિન ફર્નાન્ડિઝે પણ અબુધાબી જવા દિલ્હીની કોર્ટની પરવાનગી મેળવી હતી. જેક્વેલિન ઓલરેડી અબુધાબી પહોંચી ગઈ છે.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર