Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના પ્રોહિબિશન, મારામારી જેવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે PGVCLની ટીમે દરોડા પાડ્યા. નાની મોલડી, મોટી મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા શહેરમાં પીજીવીસીએલના ચેકિંગમાં 1 કરોડ 30 લાખ 90 હજાર રૂપિયાનો વીજચોરી બદલ દંડ ફટકારાયો. આ ઓપરેશનમાં ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર જિલ્લા LCB ટીમ, તેમજ ચોટીલા અને લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. PGVCLએ અલગ- અલગ 43 ટીમ બનાવીને ચેકિંગ કરી ગેરકાયદે વીજચોરી કરતા જોડાણો શોધી કાઢ્યા. આ ઉપરાંત પોલીસે નાની મોલડી અને જાની વડલામાં ફૂટ પેટ્રોલિંગ તથા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજી. આ દરમિયાન છ વાહન ડિટેઈન કરાયા તો 9 હજાર 300 રૂપિયાનો દંડ પણ વસૂલાયો. તો હાઈવે પરની સાત હોટલોમાં પણ તપાસ કરાઈ. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર કાયદાનો સકંજો કસવાનો હતો....જે ગામડાઓમાં અધિકારીઓને જતા બીક લાગે છે તે ગામમાં પોલીસની સાથે PGVCLએ 43 ટીમ બનાવી ગેરકાયદે ચાલતા વીજકનેક્શનો કાપી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો...






















