શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે આ એક્ટ્રેસે પોતાની ફિલ્મનુ શૂટિંગ ઘરમાં શરૂ કર્યુ, મેકઅપથી લઇ રેકોર્ડિંગ બધુ કરી રહી છે જાતે જ
તાજેતરમાં જ કેટલાય અભિનેતાની સાથે ઓનલાઇન એક શોર્ટ ફિલ્મનુ શૂટિંગ કર્યુ છે, જોકે, બધા લૉકડાઉનના કારણે ઘરમાં બંધ હતા. આરતીએ ઋચા ચઢ્ઢાને લીડ રૉલ કરવા પ્રપૉઝ કર્યો. આ ફિલ્મનુ ટાઇટલ '55કિમી/સેકન્ડ' છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રે્સ ઋચા ચઢ્ઢાએ પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ કોરોના મહામારીના કારણે ઘરમાં જ શરૂ કરી દીધુ છે. એક્ટ્રેસની આ શોર્ટ ફિલ્મ છે. પોતાની ફિલ્મ કાર્ગો માટે જાણીતી આરતી કાદવે ગયા વર્ષે મામીમાં પોતાની ફિલ્મ કાર્ગોના સ્ક્રીનિંગ બાદ થોડાક શાનદાર સમીક્ષા હાંસલ કરી હતી.
તાજેતરમાં જ કેટલાય અભિનેતાની સાથે ઓનલાઇન એક શોર્ટ ફિલ્મનુ શૂટિંગ કર્યુ છે, જોકે, બધા લૉકડાઉનના કારણે ઘરમાં બંધ હતા. આરતીએ ઋચા ચઢ્ઢાને લીડ રૉલ કરવા પ્રપૉઝ કર્યો. આ ફિલ્મનુ ટાઇટલ '55કિમી/સેકન્ડ' છે.
ફિલ્મ બનાવવાને લઇને પોતાના અનુભવ વિશે આરતીએ કહ્યું કે, જ્યારે અમે બધા નવા સામાન્ય માટે પોતાને તૈયાર કરી રહ્યાં છીએ. આ બધાની વચ્ચે મજા માટે એક શોર્ટ ફિલ્મને બનાવી. આ એક બેસ્ટ આઇડિયા હતો અને હું અને મારી ટીમે એક ઉત્સાહને જાળવી રાખવા આ કામ કર્યુ હતુ. અમારા વર્ચ્યૂઅલ સેટ પર કેટલાક સારા લોકો સાથે મારી મુલાકાત થઇ. મને આનંદ છે કે અમે બધા એક સારા કામ માટે એકસાથે આવ્યા.
ઋચા ચઢ્ઢા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે, તે જણાવે છે કે આરતી એક એન્જિનીયર છે, જે હવે ફિલ્મ નિર્દેશક બની ચૂકી છે. તે દીર્ધદ્રષ્ટિ વાળી છે અને સાયન્સ ફિક્શન જૉનરમાં મહારથ હાંસલ કર્યું છે. તે સ્ટૉરીને પણ સારી રીતે મઠાળે છે. ફિલ્મ બનાવવી એક પડકારજનક ટૉપિક હતો, કેમકે અમને ખુદ હેયર, મેકઅપથી લઇને રેકોર્ડિંગ સાઉન્ડ સુધી બધુ કરવુ પડતુ હતુ, પણ આ પ્રયાસ સફળ રહ્યો. મને આનંદ છે કે આ ગંભીર સમયમાં અમે કંઇક કરી શક્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement