#BoycottLaalSinghChaddha બાદ હવે #BoycottBrahmastra થયુ ટ્રેન્ડ, આલિયા-રણબીરની ફિલ્મને લોકો કેમ કરી રહ્યા છે ટ્રોલ?
બોલિવૂડ ફિલ્મોને લઈને બોયકોટ કલ્ચર વધી રહ્યું છે. બોલિવૂડની એક પછી એક મોટી ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
મુંબઇઃ બોલિવૂડ ફિલ્મોને લઈને બોયકોટ કલ્ચર વધી રહ્યું છે. બોલિવૂડની એક પછી એક મોટી ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ને બોયકોટ કર્યા કર્યા બાદ હવે કેટલાક લોકોએ રણબીર અને આલિયાની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
#BoycottLalSinghChaddha#BoycottbollywoodCompletely #BoycottBollywood #BoycottVikramVeda
— Anju (@Anjukumarmma) August 14, 2022
Ranbir was equally involved in insulting Hindu Gods in PK.
Amitabh questions Hindu ghoonghat in KBC but fails to speak on burkha and hijab.
Boycott their movies.#BoycottBrahmastra pic.twitter.com/YP9BiRsUYP
લોકો ‘બ્રહ્માસ્ત્ર’ને બોયકોટ કરવાની કરી રહ્યા છે માંગ
કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષની સૌથી મોટી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં રણબીર અને કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. રણબીર અને આલિયાના ચાહકો તેમને પડદા પર રોમાન્સ કરતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ કેટલાક લોકોએ ફિલ્મની રિલીઝ પહેલા જ બ્રહ્માસ્ત્રને લઈને બૉયકૉટનો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે.
#BoycottLalSinghChadda#BoycottbollywoodCompletely #LSCkeLLG#LalSinghChadha is super disaster. #RakshaBandhanmovie is a woke Hindu phobic disaster.
— Sanju Singh (@Iamsanjusingh1) August 12, 2022
Next is #BoycottBrahmastra #ShahRukhKhan pic.twitter.com/oQeA8JESDu
હા, બ્રહ્માસ્ત્ર પણ ઓનલાઈન ટ્રોલ થઈ રહ્યું છે. લોકો ટ્વિટર પર #BoycottBrahmastra ટ્રેન્ડ કરી રહ્યાં છે. યુઝર્સ અલગ-અલગ કારણો આપીને બ્રહ્માસ્ત્ર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને તેનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.
એક યુઝરે #BoycottBrahmastra ને ટ્વીટ કર્યું અને લખ્યું- PKમાં રણબીર પણ હિન્દુ દેવતાઓના અપમાનમાં સામેલ હતો. અમિતાભ બચ્ચને કેબીસીમાં ઘૂંઘટ પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ બુરખા અને હિજાબ પર બોલ્યા ન હતા. તેમની ફિલ્મોને બોયકોટ કરો.
લોકો બ્રહ્માસ્ત્રનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે?
લોકો રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રને બોયકોટ કરવા પાછળ કારણ આપતા જણાવી રહ્યા છે કે રણબીર કપૂરે ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં મંદિરની પાછળ મેક આઉટ કરવાની વાત કરી રહ્યો છે. કેટલાક લોકો તેને હિન્દુ ધર્મનું અપમાન ગણાવી રહ્યા છે.
કેટલાક લોકો કહી રહ્યા છે કે અમિતાભ બચ્ચને શો કૌન બનેગા કરોડપતિમાં હોટ સીટ પર 'ઘૂંઘટમાં બેઠેલી મહિલા સ્પર્ધકના 'ઘૂંઘટ' પહેરવા પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે બિગ બીએ મુસ્લિમ મહિલાઓના બુરખો અથવા હિજાબની ટીકા કરી હતી.
#BoycottBrahmastra look at this picture 👇 pic.twitter.com/DD5t396xvP
— GAUTAM PASWAN (@GAUTAMP33933215) August 14, 2022