Ananya Panday: ઈશાન ખટ્ટર સાથે બ્રેકઅપ થયા બાદ આ હિરોને ડેટ કરે છે અનન્યા પાંડે...
બોલીવુડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેનું (Ananya Panday) નામ પહેલાં શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર (Ishaan Khattar) સાથે જોડાયું હતું.
Ananya Panday Dating Aditya roy kapur: બોલીવુડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેનું (Ananya Panday) નામ પહેલાં શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર (Ishaan Khattar) સાથે જોડાયું હતું. બંનેના રિલેશનશિપમાં રહેવાની ઘણી ચર્ચાઓ પણ થઈ હતી. અવારનવાર અનન્યા અને ઈશાન સાથે ડેટ પર જતા અને પાર્ટી કરતાં જોવા મળ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. હવે નવા અહેવાલો મુજબ અનન્યા પાંડે બોલીવુડના હેન્ડસમ હંક આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે.
અત્યારે મળતા મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે અનન્યા અને આદિત્યની મિત્રતા ગાઢ બની રહી છે. બંને વચ્ચે નિકટતા પણ વધી રહી છે. જો કે, બંને અત્યાર સુધી જાહેરમાં સાથે જોવા મળ્યા નથી, પરંતુ એવી અફવા છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. E-Timesના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનન્યા અને આદિત્ય છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોને ગુપ્ત રાખી રહ્યા છે. જ્યારે, બંને વચ્ચે ખૂબ જ ગાઢ બોન્ડિંગ છે.
ઈશાન-અનન્યાનું થયું હતું બ્રેકઅપઃ
અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની વાત કરીએ તો બંને એકબીજાને ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં હતાં. બંનેની બોન્ડિંગ ફિલ્મ 'ખાલી પીલી'ના સેટ પર થઈ હતી. બંનેએ સાથે મળીને આ નવી સફર શરૂ કરી હતી. આ પછી, જ્યારે બંને માલદીવમાં સાથે વેકેશન માટે ગયા, ત્યારે ચાહકોએ તેમના સંબંધો વિશે અટકળો શરૂ કરી હતી. ત્યાર બાદ પિંકવિલાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, અનન્યા અને ઈશાન ત્રણ વર્ષ બાદ અલગ થઈ ગયા હતા. જો કે, બંનેએ મિત્રતાના સંબંધો ચાલુ રાખવાનું પ્રોમિસ આપ્યું છે.
આ પણ વાંચોઃ