શોધખોળ કરો
Advertisement
ઐશ્વર્યા રાયની આ 10 વર્ષ જૂની તસવીર કેમ થઈ રહી છે વાયરલ? લોકો કેમ ઐશ્વર્યાનાં કરી રહ્યા છે વખાણ?
કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની ફેશન સ્ટેટમેન્ટને લઇને ખુબ ચર્ચા જગાવી હતી, હવે તેનો આ એકદમ ખાસ અંદાજ ફેન્સની વચ્ચે ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનને તેની સુંદરતા, ડાન્સ અને એક્ટિંગની સાથે સાથે તેની શાલિન વ્યવહાર માટે ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. હવે એકવાર ફરીથી ઐશ્વર્યા રાયની કેટલીક જુની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની.
કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની ફેશન સ્ટેટમેન્ટને લઇને ખુબ ચર્ચા જગાવી હતી, હવે તેનો આ એકદમ ખાસ અંદાજ ફેન્સની વચ્ચે ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચનની આ તસવીરો 2010ની છે, આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન જેવો વ્હિલચેર પર બેસેલા ફોટોગ્રાફરને જોયો, તો તેનો હોંસલાને સલામ કરવા માટે ઐશ્વર્યા રાય બચ્ચને તેને ખાસ અંદાજમાં પૉઝ આપ્યો હતો. એટલુ જ નહીં ઐશ્વર્યા તૈની પાસે ગઇ અને એકદમ સુંદર વેસ્ટર્ન અંદાજમાં તેને ગ્રીટ કર્યુ, ઐશ્વર્યા જોઇને વ્હિલચેર પર બેસેલા ફોટોગ્રાફરથી રહી ના શકાયુ અને તેને એક્ટ્રેસની તરફ હાથ લંબાવી દીધો. સુંદર ઐશ્વર્યાના હાથોને તે ફોટોગ્રાફરે ચૂમી લીધો હતો, અને આ તસવીર ત્યાં હાજર રહેલા દરેક કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સોશ્યલ મીડિયા પર અભિનેત્રીના આ અંદાજની ખુબ પ્રસંશા થઇ રહી છે.
આ દરમિયાન ઐશ્વર્યાએ બલ્કે પર્પલ કલરનો ઓફ શૉલ્ડર ગાઉન પહેર્યુ હતુ. ઐશ્વર્યા રાય કાન્સના સૌથી ફેમસ ચહેરામાંથી એક છે, જે દર વર્ષે આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પહોંચે છે. આની સાથે જ દર વર્ષે ફેન્સને ઐશ્વર્યાના કાન્સ લૂકનો બધાને ખુબ ઇન્તજાર રહે છે.
ઐશ્વર્યાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વનાં દેખાશે. અભિનેત્રીએ હાલમાંજ આ ફિલ્મનુ શૂટિંગ પુરુ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement