Akshay Kumar દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા, આ મશહૂર ડાયરેક્ટરે કર્યો ખુલાસો
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ એક વર્ષમાં ઘણી ફિલ્મો કરતી હોય છે જેના કારણે તેની સરખામણી અક્ષય કુમાર સાથે કરવામાં આવે છે.
![Akshay Kumar દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા, આ મશહૂર ડાયરેક્ટરે કર્યો ખુલાસો Akshay Kumar Is The Sixth Richest Actor In World, Says Anurag Kashyap Akshay Kumar દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા, આ મશહૂર ડાયરેક્ટરે કર્યો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/05/9f0ea71156cedc2aab412d2b34593dd31657000790_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Akshay Kumar Is Richest Actor : બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ એક વર્ષમાં ઘણી ફિલ્મો કરતી હોય છે જેના કારણે તેની સરખામણી અક્ષય કુમાર સાથે કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ એક શોમાં તાપસીને જ્યારે લેડી અક્ષય કુમાર કહેવામાં આવી ત્યારે તાપસી અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપે આ સરખામણીને ખોટી ગણાવી હતી. તાપસીએ કહ્યું કે મારો ચેક અક્ષય કુમાર જેવો નથી હોતો. તે મારા કરતાં ઘણું વધુ કમાય છે. જણાવી દઈએ કે, તાપસી અને અનુરાગ હાલના દિવસોમાં તેમની આવનારી ફિલ્મ 'દોબારા'નું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 19 ઓગષ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.
તાપસી-અનુરાગે શું કર્યો ખુલાસો?
થોડા સમય પહેલાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ RJ સિદ્ધાર્થ કન્નનના શોમાં પહોંચ્યા હતા. શોમાં સિદ્ધાર્થે તાપસીને લેડી અક્ષય કુમાર કહી હતી. આ મુદ્દે તાપસીએ કહ્યું કે, આ પ્રસંશાનો હું જરુરથી સ્વિકાર કરીશ જ્યારે મારું અને અક્ષય કુમારનું મહેનતાણું એક જેટલું હશે. ત્યાં સુધી કૃપા કરીને મને લેડી અક્ષય કુમાર ના કહો. તેઓ સૌથી વધુ કમાનાર અને સૌથી વધુ ટેક્સ ભરનાર એક્ટર છે અને મને એટલા પૈસા નથી મળતા. આ વિશે ડાયરેક્ટર અનુરાગ કશ્યપે કહ્યું, અક્ષય કુમાર દુનિયાના છઠ્ઠા સૌથી અમીર એક્ટર છે. તાપસીએ કહ્યું કે, હું તો તેમની આસપાસ પણ નથી.
દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા છે અક્ષયઃ
ફોર્બ્સ ઈન્ડિયાની એક રિપોર્ટ મુજબ 2020માં અક્ષય કુમાર દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર એક્ટર છે. મેગેઝીનની રિપોર્ટમાં એ પણ જણાવાયું કે, અક્ષય કુમાર એક વર્ષમાં 48.5 મિલિયન ડોલર એટલે કે 362 કરોડ રુપિયાની કમાણી કરે છે.
આ પણ વાંચોઃ
Commonwealth Games 2022: ભારતના ખાતામાં આવ્યો વધુ એક ગોલ્ડ, લક્ષ્ય સેને બેડમિન્ટનમાં અપાવી સફળતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)