અક્ષય કુમારની આ ફિલ્મે રિલીઝ થયા પહેલા જ કરી કરોડોની કમાણી, હવે નહીં થાય થિએટરમાં રિલીઝ, જાણો વિગતે
એક્ટર અક્ષય કુમાર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેને લઇને ખુબ ચર્ચામાં છે. આ ઉપરાંત એક્ટર બીજી કેટલીય ફિલ્મોમાં પણ દેખાશે.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેને લઇને ખુબ ચર્ચામાં છે. આ ઉપરાંત એક્ટર બીજી કેટલીય ફિલ્મોમાં પણ દેખાશે. અક્ષય કુમાર બૉલીવુડનો એકમાત્ર એવો હીરો છે જે વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરે છે, અને રિલીઝ પણ થાય છે. હાલમાં બચ્ચન પાંડેના પ્રમૉશનમાં વ્યસ્ત છે ત્યારે એક્ટરની અપકમિંગ ફિલ્મને લઇને મોટી ખબર સામે આવી છે, રિપોર્ટ છે કે અક્ષયની મિશન સિન્ડ્રેલા હવે થિએટરમાં રિલીઝ નહીં થાય, કેમ કે આ ફિલ્મને ઉંચી કિંમતે વેચી દેવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મિશન સિન્ડ્રેલાને 135 કરોડમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટારને વેચવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં દેખાશે. વાશુ ભગનાની ફિલ્મના નિર્માતા છે. વળી રંજીત એમ તિવારી ફિલ્મનુ નિર્દશન કરી રહ્યાં છે, તેમને અક્ષય કુમારની બેલ બૉટમ ફિલ્મને પણ ડાયરેક્ટ કરી હતી. સાઉથ સુપરહિટ ફિલ્મ સક્તાસનની હિન્દી રિમેક છે છે અક્ષયની મિશન સિન્ડ્રેલા.
View this post on Instagram
હવે ડિઝ્ની પ્લસ હૉટસ્ટારે આ ફિલ્મને ખરીદી લીધી છે, તો થિએટરની જગ્યાએ હવે આ માત્ર હૉટસ્ટાર પર જ રિલીઝ થશે. આમાં તો ઓટીટી પર રિલીઝ થનારી આ અક્ષયની પહેલી ફિલ્મ નહીં હોય. પરંતુ આ પહેલા અતરંગી અને લક્ષ્મીને પણ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી ચૂકી છે. અક્ષય ડિજીટલ ડેબ્યૂ માટે પમ પુરેપુરી રીતે તૈયાર છે. તે જલદી અમેઝોન પ્રાઇમની એન્ડ ધ માં દેખાશે.
આ પણ વાંચો...........
Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?
લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા
HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ
Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી
મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર
રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો