(Source: ECI/ABP News/ABP Majha)
Ranbir Alia: પેરેંટ્સ બનવાના પ્રશ્નનો જવાબ આપવા માટે આલિયા ભટ્ટે રણબીર કપૂરને આપી આવી ટ્રેનિંગ...
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી બી-ટાઉનના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા બાદ આ બંને કપલના નામ ચર્ચાનો વિષય બની ગયા છે.
Ranbir Kapoor Shamshera Promotion: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી બી-ટાઉનના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા બાદ આ બંને કપલના નામ ચર્ચાનો વિષય બની ગયા છે. તાજેતરમાં, શમશેરા ફિલ્મના અભિનેતા રણબીર કપૂરે જણાવ્યું છે કે, તેણે આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સીના પ્રશ્નના જવાબ આપવા માટે કેવી તૈયારી કરી હતી.
આલિયાએ રણબીર કપૂરને આ રીતે તૈયાર કર્યોઃ
આ દિવસોમાં હિન્દી સિનેમાના પાવરફુલ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. ત્યારે એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રણબીર કપૂરને આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. આના પર રણબીરે જવાબ આપ્યો કે- "મને ખબર છે કે હવે મને આલિયાની પ્રેગ્નન્સી વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે. મેં આ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. આલિયાએ આ માટે મારી સાથે કલાકો સુધી ઈન્ટરવ્યુની પ્રેક્ટિસ કરી છે, જેમાં રણબીર માતા-પિતા બનવાના સમાચાર વિશે કેવું અનુભવી રહ્યો છે?, આલિયાની પ્રેગ્નેન્સી વિશે શું કહેશો? તમે માતા-પિતા બનવા જઈ રહ્યા છો, તો હવે આગળ શું તૈયારી છે? આવા બધા પ્રશ્નો માટે એક લાંબું સેશન ચાલતું હતું અને મેં આ રીતે જવાબઓ આપવા તૈયારી કરી હતી. જો કે, હું તમારા બધાનો આભાર માનવા માંગુ છું કે તમે મને અને આલિયાને ખૂબ પ્રેમ આપ્યો છે."
રણબીર-આલિયાની મોટા પડદા પર જોવા મળશે:
આ સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો બહુ જલ્દી રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરામાં જોવા મળવાનો છે, જે 22 જુલાઈએ રિલીઝ થશે. બીજી તરફ આલિયા ભટ્ટ તેની ઓટીટી ફિલ્મ ડાર્લિંગમાં જોવા મળશે. એટલું જ નહીં, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી બ્રહ્માસ્ત્ર ફિલ્મ દ્વારા પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે.