Pushpa The Rule: પુષ્પા - 2ના શૂટિંગને લઈને આવ્યું અપડેટ, જલ્દી જ આવશે ચાહકોની આતુરતાનો અંત
Pushpa The Rule: ફિલ્મ પુષ્પા ધ રાઈઝે (Pushpa The Rise) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.
Allu Arjun Pushpa The Rule Shooting: ફિલ્મ પુષ્પા ધ રાઈઝે (Pushpa The Rise) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝને 100 કરોડની કમાણી કરી હતી તો દુનિયાભરમાં પુષ્પાની કમાણી કુલ 300 કરોડ રુપિયાને પાર પહોંચી ગઈ હતી. અલ્લુ અર્જૂન (Allu Arjun) અને રશ્મિકા મંદાનાની (Rashmika Mandana) આ ફિલ્મ સુપરહિટ ગયા બાદ બંને પૈન ઈન્ડિયા સ્ટાર બની ગયા હતા. હવે પુષ્પાના ચાહકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સમાચાર મળ્યા છે કે પુષ્પા ધ રુલ (Pushpa The Rule) એટલે કે પુષ્પા 2નું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યું છે.
મળતા અહેવાલો મુજબ પુષ્પા ધ રુલનું શૂટિંગ જુલાઈ મહિનાથી શરુ થવા જઈ રહ્યું છે. ફિલ્મના ડાયરેક્ટર સુકુમારે પુષ્પાની સીક્વલની સ્ક્રિપ્ટ પર કામ પુરુ કરી લીધું છે. આ સાથે ફિલ્મના મેકર્સે ફિલ્મનું બજેટ પણ નક્કી કરી લીધું છે. ત્યારે હવે પુષ્પા ફિલ્મના ચાહકોની રાહ જલ્દી જ પુરી થશે.
ઘણા બદલાવ સાથે રીલીઝ થશે પુષ્પા - ધ રુલઃ
તમને જણાવી દઈએ કે, પુષ્પા - ધ રાઈઝે સમગ્ર ભારતમાં એકચક્રી સફળતા મેળવી હતી. એવામાં હવે ફિલ્મના મેકર્સે પુષ્પા 2માં કોઈ પ્રકારની કમી ના આવે તે માટે ખાસ આયોજન કર્યું છે અને પુષ્પા 2ના બજેટમાં ઘણો વધારો પણ કર્યો છે. આ સાથે પુષ્પા 2માં બોલીવુડથી લઈને સાઉથ ઈંડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. એ જ કારણ છે કે, ડાયરેક્ટર સુકુમારને ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરતાં આટલો સમય લાગ્યો છે.
આરઆરઆર અને કેજીએફ ચેપ્ટર 2 જેવી સાઉથની ફિલ્મોની ભવ્ય સફળતા બાદ પુષ્પા 2 માટે ડાયરેક્ટર સુકુમારે ફિલ્મની કહાની અને પ્રોડક્શનમાં બદલાવ કરવા માટે વિચાર કર્યો હતો. જો કે, પુષ્પા 2ની શૂટિંગને લઈને હજી સુધી મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી સામે આવ્યું પરંતુ પુષ્પાના ચાહકો હાલ ફિલ્મની રીલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.