Pushpa 2: રિલીઝ પહેલા જ પુષ્પા 2 પર થયો રુપિયાનો વરસાદ, આ ઓટીટી કંપનીએ કરોડો રુપિયા આપીને ખરીદ્યા રાઈટ્સ
Allu Arjun Pushpa 2: વર્ષ 2021માં, ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ આવી જેણે ભારતીય બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું. આ ફિલ્મને લઈને માત્ર ભારતીયો જ દિવાના બન્યા નથી, પરંતુ આ ફિલ્મ ત્યાં રિલીઝ થતાની સાથે જ કેટલાક વિદેશી ચાહકો પણ આગળ આવ્યા હતા.
Allu Arjun Pushpa 2: વર્ષ 2021માં, ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ આવી જેણે ભારતીય બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું. આ ફિલ્મને લઈને માત્ર ભારતીયો જ દિવાના બન્યા નથી, પરંતુ આ ફિલ્મ ત્યાં રિલીઝ થતાની સાથે જ કેટલાક વિદેશી ચાહકો પણ આગળ આવ્યા હતા. અલ્લુ અર્જુનની સ્ટાઈલ બધાને ગમી. હવે આ ફિલ્મનો બીજો ભાગ 'પુષ્પા 2: ધ રૂલ' 2024માં રિલીઝ થશે, પરંતુ તે પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે.
View this post on Instagram
ફિલ્મ પુષ્પા 2 વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બે ટીઝર રિલીઝ થયા અને હવે ચાહકો માત્ર ફિલ્મની રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વિશ્વભરમાં 15 ઓગસ્ટે રિલીઝ થશે, પરંતુ તેની રિલીઝ પહેલા ફિલ્મે OTT પર સારી એવી કમાણી કરી લીધી છે.
'પુષ્પા 2: ધ રૂલ' એ રિલીઝ પહેલા કરોડોની કમાણી કરી હતી
પિંકવિલાના અહેવાલ મુજબ, ફિલ્મ પુષ્પાએ ઉત્તર ભારતમાં અનિલ થડાની સાથે થિયેટર ડીલ સાઈન કરી છે. અનિલ થડાનીએ ઉત્તર ભારત માટે ફિલ્મના અધિકારો ખરીદ્યા છે. રવીના ટંડનના પતિ અનિલ થડાનીએ 200 કરોડ રૂપિયાના એડવાન્સ બુકિંગના આધારે આ ફિલ્મના મેકર્સ પાસેથી આ ફિલ્મના રિલીઝ રાઇટ્સ ખરીદ્યા છે.
અનિલ થડાનીએ ફિલ્મના મેકર્સને એડવાન્સ પેમેન્ટ પણ કર્યું છે
ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાનીએ ફિલ્મના મેકર્સને એડવાન્સ પેમેન્ટ પણ કર્યું છે. માહિતી અનુસાર, એક અહેવાલમાં સામે આવ્યું છે કે ફિલ્મના નિર્માતાએ તમામ ભાષાઓના થિયેટર અધિકારોની ડીલ માટે 1000 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પુષ્પા 2 ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
'પુષ્પા 2'ના OTT રાઈટ્સ
પુષ્પા 2 ફિલ્મના નિર્માતાઓએ વિશ્વવ્યાપી મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ ટી-સીરીઝને રૂ. 60 કરોડમાં વેચ્યા છે. જો આ ફિલ્મના OTT રાઈટ્સ વિશે વાત કરીએ તો તે Netflixને લગભગ 275 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. પુષ્પા 2 ફિલ્મના બે ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે અને તે આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે જે 15મી ઓગસ્ટે રિલીઝ થશે. નોંધનિય છે કે, પુષ્પના પ્રથમ ભાગે ચાહકોમાં ભારે ઉતેજના જગાવી હતી. ઘણા સેલિબ્રિટીઓએ પણ તેના સ્ટેપ કોપી કર્યા હતા.