શોધખોળ કરો

Pushpa 2 ના સેટ પરથી સામે આવ્યો Allu Arjunનો દમદાર ફર્સ્ટ લૂક, જુઓ ફોટો

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

Allu Arjun First Look From Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ચાહકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'પુષ્પા 2'નું શૂટિંગ આ રવિવારથી શરૂ થઈ ગયું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન, સેટ પરથી એક ફોટો સામે આવ્યો છે જેમાં અલ્લુ અર્જુનનો દમદાર પુષ્પા અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર મિરોસ્લા કુબા બ્રોજેકે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અલ્લુ અર્જુન સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં અભિનેતાનો લુક જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે.

પુષ્પા 2માંથી અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લુક

મિરોસ્લા કુબા બ્રોજેકે આ ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે જેમાં તે અલ્લુ અર્જુન સાથે જોવા મળી રહ્યો છે. ફોટો જોઈને લાગે છે કે મિરોસ્લા અને અલ્લુ અર્જુન ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'માં એક સાથે એક સીન પર ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગમાં ઘણા કારણોસર વિલંબ થઈ રહ્યો હતો. આખરે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પણ જોવા મળશે.

Pushpa 2 ના સેટ પરથી સામે આવ્યો Allu Arjunનો દમદાર ફર્સ્ટ લૂક, જુઓ ફોટો

પુષ્પા 2 મોટા બજેટમાં તૈયાર થશે

તમને જણાવી દઈએ કે, 'પુષ્પાઃ ધ રાઈઝ' અલ્લુ અર્જુન અને રશ્મિકાના કરિયરની સૌથી સફળ ફિલ્મ હતી. આ ફિલ્મે આ સ્ટાર્સને સમગ્ર ભારતમાં સ્ટાર બનાવ્યા છે. ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. મેકર્સે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ' માટે પણ વ્યાપક તૈયારીઓ કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'નું બજેટ 500 કરોડની નજીક જઈ રહ્યું છે. પુષ્પા 2 ફિલ્મના પ્રમોશન માટે જ મેકર્સ 50 કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે. આ ફિલ્મ કુલ 10 ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા સિવાય સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા ચહેરાઓ પણ જોવા મળશે તેવી ચર્ચા છે. હવે જોવાનું એ રહેશે કે 'પુષ્પા'ની જેમ 'પુષ્પાઃ ધ રૂલ' પણ પોતાનો જાદુ ચલાવવામાં સફળ થાય છે કે નહીં.

View this post on Instagram
 
A post shared by Kuba (@kubabrozek)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget