શોધખોળ કરો

Chehre Release Date: અમિતાભ બચ્ચની ફિલ્મ 'ચેહરે' આ તારીખે થિયેટરમાં થશે રિલીઝ, જાણો 

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની  ફિલ્મ 'ચેહરે' થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ 27 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

મુંબઈ : સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની  ફિલ્મ 'ચેહરે' થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ 27 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.  આ ફિલ્મ થોડા મહિના પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે તેને લંબાવવામાં આવી છે. જોકે, ટીમ થિયેટર લોન્ચિંગ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.

નવી રિલીઝ ડેટની જાહેરાત પર, નિર્માતા આનંદ પંડિતે શેર કર્યું, "ટીમે ઘણો પ્રયત્ન કર્યો હતો અને અમે હંમેશા વિચાર્યું હતું કે 'ચેહરે' થિયેટર રિલીઝ માટે લાયક છે. અમે ફિલ્મની ભવ્યતાને યોગ્ય રીતે દર્શાવવા માંગીએ છીએ. અને તેથી સિનેમા સ્ક્રીન દ્વારા દર્શકો સુધી પહોંચવા માટે ઉત્સાહિત છે. "

'ચેહરે'માં દર્શકો અમિતાભને વકીલની ભૂમિકામાં જોશે જ્યારે ઇમરાન હાશ્મી બિઝનેસ ટાયકૂનની ભૂમિકામાં છે.

દિગ્દર્શક રૂમી જાફરીએ શેર કર્યું, "અમે ઉત્સાહિત છીએ કે અમારી ફિલ્મ થિયેટર રિલીઝ થઈ રહી છે કારણ કે જે રીતે તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને પ્રોડક્શન અને પોસ્ટ-પ્રોડક્શનની દ્રષ્ટિએ અમે જે પ્રયત્નો કર્યા છે, તે માત્ર સિનેમાઘરોમાં જ અનુભવી શકાય છે. હું દર્શકોને ખાતરી આપું છું કે અમિતાભ જી અને ઇમરાનને પ્રથમ વખત મોટા પડદા પર જોવાનું સંતોષની બહાર હશે. "

અમિતાભે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. રૂમી જાફરી દ્વારા નિર્દેશિત 'ચેહરે'માં અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસૂઝા, દ્રિતીમાન ચક્રવર્તી, રઘુબીર યાદવ, રિયા ચક્રવર્તી અને સિદ્ધાંત કપૂર પણ છે.

Booster Dose: અમેરિકામાં કોરોના રસીના બૂસ્ટર ડોઝને મળી મંજૂરી, નબળી ઇમ્યૂનિટીવાળા લોકોને અપાશે ત્રીજો ડોઝ

અમેરિકામાં કોરોનાની રસીનો બૂસ્ટર આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે અમેરિકામાં કોરોનાનું વધારે જોખમ ધરાવતા દર્દીઓને રસીનો ત્રીજો ડોઝ પણ આપવામાં આવશે. મોર્ડના અને ફાઈઝર રસીનો ત્રીજો ડોઝ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવ્યો છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમને વધારે જોખમ ધરાવતા દર્દીઓના જૂથમાં રાખવામાં આવ્યા છે જેઓ પહેલાથી જ ગંભીર રોગોથી પીડિત છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. મતલબ કે જે દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય અથવા કેન્સર જેવા રોગોથી પીડિત હોય તેમને રસીનો ત્રીજો ડોઝ મળશે.

એફડીએ કમિશનર જેનેટ વુડકોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દેશમાં કોવિડ રોગચાળાની વધુ એક લહેર આવી છે. તેનાથી લોકોને ખાસ કરીને ગંભીર રોગનું જોખમ છે. નબળી રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા લોકો માટે બૂસ્ટર ડોઝ છે. જેમને પહેલાથી જ રસી આપવામાં આવી છે તેઓ હાલમાં સુરક્ષિત છે અને તેમને વધારાના ડોઝની જરૂરત નથી.

અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત ડો. ફૌચીએ હાલમાં જ કહ્યું હતું કે, વધારાના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ ટૂંકમાં કરવામાં આવશે. એક વધુ બૂસ્ટર ડોઝને ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂર કરવામાં આવશે. ફૌચીએ કહ્યું હતું કે, "એવો સમય પણ આવશે જ્યારે આપણને વધારાના ડોઝની જરૂર પડશે કારણ કે કોઈ પણ રસી કાયમી રક્ષણ પૂરું પાડતી નથી, તેમાં પણ હાલની રસીથી જ નહીં જ મળે. "

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget