શોધખોળ કરો
અનિલ કપૂરે સોશ્યલ મીડિયા પર શેર કરી શર્ટલેસ તસવીરો, લખ્યુ- 'યહ પાપા પ્રચાર નહીં કરતા'
તાજેતરમાં જ અનિલ કપૂરની બૉડીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર છવાઇ છે. તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની શર્ટલેસ તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે જે પોતાની ફિટનેસનો પુરેપુરો ખ્લાલ રાખે છે, અનિલ કપૂરને સદાબહાર અભિનેતા કહેવામાં આવે છે, કેમકે તેમની ફિટનેસથી યંગસ્ટર્સ પણ અંજાઇ જાય છે. 60ની ઉંમર પાર કરી હોવા છતા પણ અનિલ કપૂર હાલ યંગ એક્ટર્સને ટક્કર આપે એટલા ડેશિંગ લાગી રહ્યાં છે.
તાજેતરમાં જ અનિલ કપૂરની બૉડીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર છવાઇ છે. તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની શર્ટલેસ તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
દરિયા કિનારે લટાર મારતા અનિલ કપૂર શર્ટલેસ છે, આ ઉંમરે પણ તેમની ફિટનેસ જોઇને લોકો દંગ થઇ ગયા છે. વળી ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા અનિલ કપૂરે કેપ્શનમાં લખ્યું છે- યહ પાપા પ્રચાર નહીં કરતા હૈ, કેવલ અપના ટૉપ નીકાલકર બીચ પર ટહલતા હૈ.
આ કેપ્શનની આગળ તેમને એક મોટી નૉટ પણ લખી છે- બધાની કમજોરી હોય છે, મારી ખાવાની છે, મારા અંદરના પંજાબી છોકરાને હંમેશા સ્વાદ લેવાની જરૂર હોય છે. હુ હંમેશા પોતાની ભૂખથી વધારે ખાવાનુ ખાઇ લઉ છું, લૉકડાઉનમાં મે ખુદને શાર્પ લૂક આપવાનો ચેલેન્જ આપ્યો હતો, આ નવા લુક માટે એકદમ નવી રીતે ડાયેટ લેવાની જરૂર હતી. મારા ટ્રેનર માર્ક અને હર્ષે હંમેશા મારા ડાયેટનુ ધ્યાન રાખ્યુ. મે પણ કોશિશ કરી અને લડ્યો. ક્યારેય ક્યારેક હુ પણ ફેલ થયો, મે શીખ્યુ ચેઇને જેટલી ટાઇટ થાય તેના મૂળ એટલા જ નબળા થાય છે. એટલા માટે મારી ફેમિલીટમાં દરેકને આમાં ઇન્વૉલ્વ થવુ પડ્યુ, આમાં મારા ફેમિલીમાં ખાવાનુ બનાવનારો રસોઇઓ પણ સામેલ થયો.
ઇન્ટરનેટ પર વાયરલ થયેલી અનિલ કપૂરની ફિટનેસની આ તસવીરો ખુબ ધૂમ મચાવી રહી છે. 63 વર્ષની વયે પણ અનિલ કપૂર હાલ યુવાઓને શરમાવે તેવી બૉડી બિલ્ડ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement