શોધખોળ કરો
Advertisement
સુશાંત રિયાથી કંટાળી ગયો હોવાની વાત આ હીરોઇને બિહાર પોલીસને ચેટના સ્ક્રીનશૉટ બતાવીને કરી, જાણો વિગતે
અંકિતા લોખંડે અનુસાર, ખુબ ભાવુક થઇને સુશાંત સિંહે તેને જણાવ્યુ કે, તે આ રિલેશનશીપથી ખુબ પરેશાન થઇ ચૂક્યો છે. તે આને ખતમ કરવા માંગે છે. કેમકે રિયા ચક્રવર્તી તેને ખુબ હેરાન પરેશાન કરી રહી હતી. હવે અંકિતાએ પોતાની આ ચેટને બિહાર પોલીસ સાથે શેર કરી છે
મુંબઇઃ બિહાર પોલીસે સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે વાત કરી છે. રિપોર્ટ છે કે અંકિતા લોખંડેએ પોલીસને જણાવ્યુ કે રિયા કેવી રીતે સુશાંતને હેરાન-પરેશાન કરતી હતી. અંકિતા લોખંડેએ બિહાર પોલીસને બતાવ્યુ કે ફિલ્મ મણિકર્ણિકાના પ્રમૉશન દરમિયાન સુશાંત સિંહે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો, બન્ને વચ્ચે ચેટથી ખુબ વાતો થઇ હતી. અંકિતાએ સુશાંત અને રિયાના કેટલાય રાજ ખોલ્યા છે.
અંકિતા લોખંડે અનુસાર, ખુબ ભાવુક થઇને સુશાંત સિંહે તેને જણાવ્યુ કે, તે આ રિલેશનશીપથી ખુબ પરેશાન થઇ ચૂક્યો છે. તે આને ખતમ કરવા માંગે છે. કેમકે રિયા ચક્રવર્તી તેને ખુબ હેરાન પરેશાન કરી રહી હતી. હવે અંકિતાએ પોતાની આ ચેટને બિહાર પોલીસ સાથે શેર કરી છે.
આ ઉપરાંત પણ અંકિતાએ તેના પછીને કેટલીયે ચેટ જે તેના અને સુશાંતની વચ્ચે થઇ હતી, તે તમામ બિહાર પોલીસને શેર કરી છે. અંકિતા લોખંડે પાસેથી મળેલી આ ચેટને નવો આધાર માનીને હવે બિહાર પોલીસ પોતાની તપાસને આગળ વધારી રહી છે.
આ પહેલા પણ અંકિતાએ રિયા ચક્રવર્તી સામે પટનામાં એફઆઇઆર નોંધાય બાદ એક પૉસ્ટ લખી હતી કે ટ્રૂથ વિન્સ...
ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરતા હોવાની પણ વાત સામે આવી ચૂકી છે. અંકિતા અને સુશાંત એકતા કપૂરની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે જોવા મળ્યા હતા. આ શૉમાં કામ કરતાં કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેની રિલેશનશીપ કેટલાય વર્ષો સુધી રહ્યું. પણ કારણોસર બન્ને છુટી પડી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement