મહિમા ચૌધરીને થયુ બ્રેસ્ટ કેન્સર, જોઈને ઓળખવી થઇ મુશ્કેલ
બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બી-ટાઉનની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે.
બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બી-ટાઉનની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. બ્રેસ્ટ કેન્સર પીડિત મહિમા ચૌધરીનો આખો લુક બદલાઈ ગયો છે. અભિનેત્રીની તસવીર જોઈને તેને ઓળખવી મુશ્કેલ બની રહી છે.
Story of #MahimaChaudhary’s Courage & Cancer. I called #MahimaChaudhry a month back from US to play an important role in my 525th film #TheSignature. My call turned about her having #BreastCancer. How she is dealing with it! Watch full video on my Instagram! She is our HERO!❤️🕉 pic.twitter.com/4qj7Haw8vv
— Anupam Kher (@AnupamPKher) June 9, 2022
અનુપમ ખેરે મહિમા ચૌધરીને 'હીરો' ગણાવી
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે મહિમા ચૌધરીને સ્તન કેન્સર હોવાના સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. અનુપમ ખેરે મહિમા ચૌધરી સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી છે. અનુપમ ખેરે મહિમા ચૌધરીને હીરો ગણાવી છે.
બ્રેસ્ટ કેન્સર પછી મહિમા ચૌધરીનો લુક
એક સમયે પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી મહિમા ચૌધરીનો લુક બ્રેસ્ટ કેન્સર પછી સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. અભિનેત્રીને જોઈને તેને ઓળખવી પણ મુશ્કેલ છે. મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર હોવાના સમાચારે અભિનેત્રીના ચાહકોને દુઃખી કરી દીધા છે. ચાહકો અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
મહિમા ચૌધરી સાથે વિડિયો શેર કરતાં અનુપમ ખેરે લખ્યું- મેં મહિમાને મારી 525મી ફિલ્મ #TheSignatureમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે એક મહિના પહેલા USથી ફોન કર્યો હતો. પરંતુ વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મહિમાને બ્રેસ્ટ કેન્સર છે. તે ઈચ્છતી હતી કે હું આ સમાચાર ચાહકો સાથે શેર કરું. મહિમાનું વલણ દુનિયાભરની અનેક મહિલાઓને હિંમત આપશે.
અનુપમ ખેરે ચાહકોને ખાસ અપીલ કરી હતી
અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં ચાહકોને મહિમાને તેમનો પ્રેમ, પ્રાર્થના, શુભેચ્છાઓ અને ઘણા આશીર્વાદ આપવાની અપીલ કરી છે. અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં એ પણ માહિતી આપી હતી કે તે સેટ પર પાછી ફરી છે અને તે ઉડવા માટે તૈયાર છે.
દર્દ વ્યક્ત કરતાં મહિમા ભાવુક થઈ ગઈ
મહિમા ચૌધરીએ પોતાની દર્દનાક કહાની સંભળાવતા કહ્યું કે જ્યારે અનુપમ ખેરે તેને પોતાની ફિલ્મમાં કામ કરવા માટે બોલાવી ત્યારે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. મહિમાએ જણાવ્યું કે તેને વેબ સિરીઝ અને ફિલ્મો કરવા માટે પણ ઘણા કોલ આવી રહ્યા છે, પરંતુ તે તેમને હા કહી શકી નહીં, કારણ કે તેના માથા પર હજુ સુધી વાળ નથી.
તેણીએ જણાવ્યું કે જ્યારે અનુપમ ખેરે તેણીને તેમની ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી, ત્યારે તે ના પાડી શકી ન હતી અને તેને વિનંતી કરી હતી કે શું તે વિગ પહેરીને તેની ફિલ્મ કરી શકે છે. મહિમા કહે છે મારામાં કેન્સરના કોઈ લક્ષણો નહોતા. મારા રૂટિન ચેકઅપમાં તે જાણવા મળ્યું હતું.