Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: દરેક સેક્ટરની જેમ આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા હતા.
Look back 2024: 2024 હવે સમાપ્ત થવાના આરે છે. નવું વર્ષ થોડા જ દિવસોમાં આવશે. દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં ઘણા ફેરફારો થાય છે અને વર્ષના અંત પહેલા ડિસેમ્બર મહિનો એ સમય લઇને આવે છે જેને આપણે યાદ કરીએ છીએ. દરેક સેક્ટરની જેમ આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા.
ટેરિફના ભાવમાં વધારો
આ વર્ષની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી Jio, Airtel અને Vi જેવી મોટી ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ સેવાના ભાવમાં વધારો. તેઓએ તેમના દરોમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો હતો. જેનાથી ઘણા ગ્રાહકો BSNL તરફ આકર્ષાયા હતા. સરકારી ટેલિકોમ કંપની કેટલાક સૌથી સસ્તા પ્લાન લઇને આવી હતી. પરિણામ એ આવ્યું કે સરકારી માલિકીની BSNL એ માત્ર ચાર મહિનામાં લગભગ 5.5 મિલિયન નવા ગ્રાહકો મેળવ્યા હતા.
સ્પામ કોલ્સ અને મેસેજમાં વધારો
આ વર્ષે જોવામાં આવેલો બીજો ફેરફાર સ્પામ કોલ્સ અને મેસેજમાં વધારો છે. જેના કારણે ઘણા લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવવી પડી હતી. દુઃખની વાત એ છે કે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આગ્રામાં એક મહિલાએ આ કૌભાંડોને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જવાબમાં સરકારે આ અનિચ્છનીય કૉલ્સને રોકવામાં મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને નવા સાધનો વિકસાવ્યા હતા, જેને ટેલિકોમ કંપનીઓ દ્વારા ઝડપથી અપનાવવામાં આવ્યા હતા. આ સાધનોએ માત્ર થોડા મહિનામાં અબજો સ્પામ કૉલ્સને સફળતાપૂર્વક બ્લોક કર્યા હતા.
વધુમાં ડિસેમ્બરમાં TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ મેસેજ પર નજર રાખવા અને હાનિકારક લિંક્સને બ્લોક કરવાના હેતુથી નવા નિયમો રજૂ કર્યા હતા. જેનાથી સ્પામ મેસેજ મોકલનારાઓને ઓળખવાનું સરળ બન્યું હતું.
સેટેલાઇટ ઇન્ટરનેટમાં વૃદ્ધિ જોવા મળી
આ વર્ષે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓમાં પણ તેજી જોવા મળી હતી. આખરે સરકારે સેટેલાઇટ ઇન્ટરનેટ માટે જરૂરી સ્પેક્ટ્રમ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. હવે TRAI દ્વારા નિયમોને અંતિમ સ્વરૂપ આપવા સાથે અમે આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં સમગ્ર ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ લોન્ચ થવાની અપેક્ષા રાખી શકીએ છીએ.
એકંદરે 2024 એ ટેલિકોમ સેક્ટરમાં નોંધપાત્ર ફેરફારોનું વર્ષ હતું, જેમાં સેવાઓ સુધારવા અને ગ્રાહકોને સુરક્ષિત કરવાના હેતુથી ટેક્નોલોજીમાં સુધારો જોવા મળ્યો હતો. સાથે સાથે નવા પડકારો પણ ઉભા થયા.