શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'મારી વિરુદ્ધ પણ ગેન્ગ કામ કરી રહી છે, કામ નથી મળતુ,'- બૉલીવુડના કયા મોટા સેલેબ્સે આપ્યુ આવુ નિવેદન
એ.આર.રહેમાનનું કહેવુ છે કે મારી પાસે કામ ઓછુ છે, એટલા માટે હું મારી ફિલ્મો અને બીજુ કામ કરી રહ્યો છુ, તમે બધા મારી પાસે આવી શકો છો. તમે સારી ફિલ્મો બનાવી રહ્યાં છો, તમારુ સ્વાગત છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં કેટલાક કલાકારો પોતાના દુઃખ અને અન્યાય સામે ખુલીને બોલાવા લાગ્યા છે. બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને માફિયારાજ સામે કેટલાય સેલેબ્સ ખુલાસો કરવા લાગ્યા છે. હવે આ લિસ્ટમાં ભારતના સ્ટાર સિંગર, કમ્પૉઝર અને મ્યૂઝિક પ્રૉડ્યૂસર એ.આર.રહેમાને પણ દુઃખ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં એ.આર.રહેમાને શાનદાર મ્યૂઝિક આપ્યુ છે, તેમને આ ફિલ્મનુ ટાઇટલ ટ્રેપ પણ ગાયુ છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યુ છે. હવે એ.આર.રહેમાનનુ કહેવુ છે કે બૉલીવુડમાં એક ગેન્ગ છે જેના કારણે તેમને કામ મળવામાં તકલીફો પડી રહી છે.
એ.આર.રહેમાનનું કહેવુ છે કે, બૉલીવુડમાં એક એવી ગેન્ગ છે, જેના કારણે તેમને કામ નથી મળતુ, કામ મળવામાં તકલીફો પડી રહી છે. રહેમાનની આ ટિપ્પણી સુશાંતના મોત બાદ એવા સમયે આવી છે, જ્યારે બૉલીવુડમાં ઇનસાઇડર અને આઉટસાઇડરને લઇને ચર્ચા છેડાઇ છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઓસ્કાર વિજેતા મ્યૂઝિક ડાયરેક્ટરને હિન્દી ફિલ્મોમાં તેમના કામ કરવાનુ કારણ પુછવામાં આવ્યુ હતુ, આના પર એ.આર.રહેમાને કહ્યું કે કેટલાક લોકો તેમના વિશે ફિલ્મ જગતમાં અફવાઓ ફેલાવી રહ્યાં છે. જેના કારણે તેમની અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે અણસમજણ ઉભી થઇ રહી છે. તેને કહ્યું હુ સારી ફિલ્મોના ના નથી પાડતો, પણ મારુ માનવુ છે કે એક ગેન્ગ છે જે કેટલીક અફવાઓ ફેલાવી રહી છે, એટલા માટે મુકેશ છાબડા મારી પાસે આવ્યા તો મે તેમને બે દિવસમાં ચાર ગીતો આપ્યા હતા.
એ.આર.રહેમાને કહ્યું કે , તેમને મને કહ્યું કે સર, કેટલાય લોકોએ કહ્યું તેમની પાસે ના જાઓ, તેને ઘણા કિસ્સા સંભળાવ્યા. મે સાંભળ્યુ અને કહ્યું ઠીક છે. હવે હુ સમજ્યો કે મને કામ કેમ નથી મળી રહ્યું, અને મારી પાસે સારી ફિલ્મો કેમ નથી આવી રહી. તેમને કહ્યું કે તે લોકો આશાઓ લઇને બેઠા છે પણ રસ્તાંમાં એક ગેન્ગ નડી રહી છે. ગેન્ગ મારી વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહી છે, જેના કારણે મને કામ નથી મળી રહ્યું.
એ.આર.રહેમાનનું કહેવુ છે કે મારી પાસે કામ ઓછુ છે, એટલા માટે હું મારી ફિલ્મો અને બીજુ કામ કરી રહ્યો છુ, તમે બધા મારી પાસે આવી શકો છો. તમે સારી ફિલ્મો બનાવી રહ્યાં છો, તમારુ સ્વાગત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion