બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ કરશે અક્ષય કુમાર, જાણો કઇ છે ફિલ્મ ને સાથે કયા યુવા એક્ટરને આપશે મોકો.....
ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નુ શૂટિંગ આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે, અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનવા જઇ રહેલી આ ફિલ્મ બિગ બજેટ ડ્રામા ફિલ્મ હોઇ શકે છે.
Akshay Kumar : બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર હવે બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ કરવા જઇ રહ્યો છે. બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય અને ટાઇગર શ્રોફ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં સાથે દેખાશે. થોડાક સમય પહેલા જ બન્નેએ પોતાની આ એક્શન થ્રિલર ફિલ્મનુ એલાન કર્યુ હતુ, હવે રિપોર્ટ છે કે અક્ષય અને ટાઇગરની આ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે.
ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નુ શૂટિંગ આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે, અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનવા જઇ રહેલી આ ફિલ્મ બિગ બજેટ ડ્રામા ફિલ્મ હોઇ શકે છે.
સમાચાર છે કે 'બડે મિયાં છોટે મિયાં'નુ પ્રૉડક્શન કૉસ્ટ લગભગ 120 કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવી રહ્યું છે. એક અંગ્રેજી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, ફિલ્મનુ ટૉટલ બજેટ 350 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જો આમ થયુ તો આ બૉલીવુડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનશે.
રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનુ પ્રી પ્રૉડક્શન કામ શરૂ થઇ ચૂક્યુ છે, જોકે અક્ષય અને ટાઇગરના સ્ટન્ટ સીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ્સ છે કે, ફિલ્મી સ્ક્રીપ્ટ અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ઓરિજીનલ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'થી બિલકુલ અલગ બતાવવામાં આવી રહી છે.
View this post on Instagram
આ પણ વાંચો........
Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન
Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો
ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ