શોધખોળ કરો
Advertisement
CBI તપાસના ફેંસલા બાદ બિહારના DGPએ રિયા અને મુંબઇ પોલીસ પર શું આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
સુશાંત સિંહ કેસને લઇને સુપ્રીમ કોર્ટના જજે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં બિહાર સરકાર સ્પષ્ટતા કરવા સક્ષમ છે, આ કેસમાં મુંબઇ પોલીસને સુપ્રીમ કોર્ટના આદેશનુ પાલન કરવુ પડશે
પટનાઃ સુશાંત સિંહ રાજપૂતના કેસને લઇને સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે, આ કેસને લઇને સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સોંપી દીધી છે. સુશાંત સિંહ કેસને લઇને સુપ્રીમ કોર્ટના જજે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં બિહાર સરકાર સ્પષ્ટતા કરવા સક્ષમ છે, આ કેસમાં મુંબઇ પોલીસને સુપ્રીમ કોર્ટના આદેશનુ પાલન કરવુ પડશે.
ફેંસલો આવ્યા બાદ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે આ ન્યાયની જીત છે, હું ન્યામૂર્તિને પ્રણામ કરુ છુ, તેમને કહ્યુ કે આ મામલામાં મુંબઇ પોલીસે શું કર્યુ બધાએ જોયુ છે. તેમને કહ્યું કે, સર્વોચ્ચ ન્યાયાલયે જે ફેંસલો કર્યો છે તેનાથી 130 કરોડ જનતાના દિલમાં માનનીય સુપ્રીમ કોર્ટ માટે જે આસ્થા તે વધુ દ્રઢ થઇ ગઇ છે.
ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, માનનીય સુપ્રીમ કોર્ટનો ફેંસલો સર્વમાન્ય હશે, આજ સુધી મે સાંભળ્યુ હતુ કે ન્યાયાધીશ ભગવાનનુ રૂપ હોય છે, આજે મે જોઇ પણ લીધુ, હું ન્યાયાધીશને સેલ્યૂટ નહીં પણ આ ફેંસલા માટે શાષ્ટાંગ પ્રણામ કરુ છુ.
ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, અમારા લોકો પર આરોપો લગાવવામાં આવ્યા, જ્યારે અમે લોકો સાચા હતા, બિહારના સીએમ નીતિશ કુમાર પર રિયાની ટિપ્પણીને લઇને તેમને કહ્યું કે સીએમ નીતિશ કુમાર પર કૉમેન્ટ કરવાની રિયા ચક્રવર્તીની ઓકાત ન હતી.
ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, બિહાર પોલીસને મુંબઇ પોલીસે જે રીતે ક્વૉરન્ટાઇન કરી તે ખોટુ હતુ, આ ફેંસલાથી દેશવાસીઓના મનમાં સુપ્રીમ કોર્ટે લોકતંત્રણના પ્રત્યે આસ્થા મજબૂત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement