શોધખોળ કરો

Abhishek Bachchan: કાશી વિશ્વનાથના દરબારમાં પહોંચ્યો અભિષેક બચ્ચન, સેલ્ફી લેવા થઈ પડાપડી

Abhishek Visits Kashi Vishwanath Temple: બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન બુધવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યો હતો. તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે ફેન્સ તેને ઘેરી વળ્યા છે.

Abhishek Bachchan Visits Kashi Vishwanath Temple: બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન બુધવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યો હતો. તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે ફેન્સ તેને ઘેરી વળ્યા છે. આ દરમિયાન અભિષેક કુર્તા અને હાફ કોટમાં જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક ફિલ્મ ભોલાના શૂટિંગ માટે વારાણસી આવી પહોંચ્યો છે.

આ ફોટોમાં જોઈ શકાય છે કે અભિષેક બચ્ચન ચાહકોની ભીડથી ઘેરાયેલો છે અને તેઓ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અભિષેકની સુરક્ષા માટે પોલીસ અને બોડીગાર્ડ પણ જોવા મળે છે, જેઓ તેની સાથે ચાલી રહ્યા છે.

શું અજય દેવગન સાથે ભોલા ફિલ્મનું શૂટિંગ કરશે અભિષેક?

રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન અજય દેવગનની ફિલ્મ 'ભોલા' માટે વારાણસી આવ્યો છે. બંને સ્ટાર્સની મિત્રતા ઘણી જૂની છે અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જો કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચનનો રોલ કેવો હશે. આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. છેલ્લી વખત અભિષેક અને અજય દેવગન રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બોલ બચ્ચન'માં જોવા મળ્યા હતા.

ભોલા કૈથી ફિલ્મની રિમેક છે

અજય દેવગણની 'ભોલા' સાઉથની હિટ ફિલ્મ 'કૈથી'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને તેણે પોતે જ ડિરેક્શનની કમાન સંભાળી છે. જો કે આ પહેલા તેણે 'શિવાય' અને 'રનવે 34' જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અજય દેવગન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ દ્રષ્ટિમ 2 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 185 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

બૉક્સ ઓફિસ પર 'ભેડિયા' ધોવાઇ, બિઝનેસમાં થયો જોરદાર ઘટોડો

બૉલીવુડના શાનદાર એક્ટર વરુણ ધવન (Varun Dhawan) ની હૉરર કૉમેડી ફિલ્મ 'ભેડિયા' અત્યારે ખરાબ સમયમાથી પસાર થઇ રહી છે. બૉક્સ ઓફિસ પર અત્યારે ઊંધા માથે પટકાઇ છે. દ્રશ્યમ 2ની સફળતાની વચ્ચે 'ભેડિયા'ના કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.  હવે થયુ એવુ છે કે, દ્રશ્યમ 2ની સામે 'ભેડિયા' ગાયબ જ થઇ ગઇ છે અને હાલમાં 11માં દિવસે 2 કરોડની અંદરનો બિઝનેસ કરી શકી છે. 

બૉક્સ ઓફિસ પર 'ભેડિયા'ની ખરાબ હાલત - 
એક્ટર વરુણ ધવન માટે વર્ષ કંઇક ખાસ નથી રહ્યું. વરુણની 'ભેડિયા' પહેલા રિલીઝ થયેલી જુગ જુગ જિઓ પણ બૉક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઇ હતી. હવે 'ભેડિયા' પણ તે જ રસ્તે છે. અત્યારે 'ભેડિયા'ને 11 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ કમાણીના મામલામાં જબરદસ્ત પછડાટ મળી રહી છે. સૈફલીનના એક રિપોર્ટ અનુસાર, 'ભેડિયા'એ 11મા દિવસે માત્ર 1.60 કરોડનો જ બિઝનેસ કર્યો છે, જે વરુણ ધવનના સ્ટારડમના હિસાબે બહુ જ ઓછો છે.  

લાંબા સમય બાદ આવી છે વરુણ ધવન અને કૃતિ સેનનની જોડી - 
આ ફિલ્મને જોવાનુ એક કારણ એ છે કે, આ ‘ભેડિયા’ ફિલ્મમાં લાંબા સમય બાદ વરુણ ધવન અને કૃતિ સેનન એકસાથે કામ કરી રહ્યાં છે. આ પહેલા બન્ને વર્ષ 2015માં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલેમાં એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આ બે ઉપરાંત અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલે મુખ્ય ભૂમિકા નિભાવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ‘ભેડિયા’ની એડવાન્સ બુકિંગના પહેલા દિવસે 30 હજાર ટિકીટો વેચાઇ ગઇ છે. મોટા શહેરોમાં ફિલ્મની ઓક્યૂપેન્સી રેટ ઠીક ઠાક ચાલી રહ્યો છે.

શું છે ‘ભેડિયા’ ફિલ્મનું બજેટ - 
‘ભેડિયા’નું ટીજર અને ટ્રેલરને પહેલા રિલીઝ થઇ ચૂક્યુ હતુ, અને આ બન્ને ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ હતુ, જોકે હવે ફિલ્મ કેટલ પસંદ આવશે તે જોવાનુ રહેશે, ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને 'સ્ત્રી' જેવી કૉમેડી હૉરર ફિલ્મને બનાવારા નિર્દેશક અમર કૌશિકે ‘ભેડિયા’ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે, આ ફિલ્મનું બજેટ 60-70 કરોડની આસપાસનું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, શરૂઆતી આંકડાઓ અનુસાર, ફિલ્મએ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જોકે, આ ફિલ્મનુ રિવ્યૂ પણ હાલમાં ઠીક ઠાક મળી રહ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget