શોધખોળ કરો
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ આવતી કાલે જોડાશે શિવસેનામાં, ઉધ્ધવ ઠાકરે પહેલાં જ થઈ ગયા છે મહેરબાન
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર આવતી કાલે શિવસેનામાં જોડાઇ જશે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઉર્મિલા માતોંડકર કાલે પાર્ટીમાં સામેલ થઇ શકે છે

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર આવતી કાલે શિવસેનામાં જોડાઇ જશે. એક્ટ્રેસ એકવાર ફરીથી પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરવાની છે. હવે શિવસેનાની સાથે ઉર્મિલા માતોંડકર રાજનીતિમાં નવેસરથી પોતાની શરૂઆત કરવા જઇ રહી છે. આ પહેલા એક્ટ્રેસ કોંગ્રેસ સાથે પોતાની રાજકીય કેરિયર શરૂ કરી ચૂકી છે. ઉર્મિલા માતોંડકરના પાર્ટીમાં સામેલ થવા અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઉર્મિલા માતોંડકર કાલે પાર્ટીમાં સામેલ થઇ શકે છે. જાણકારી અનુસાર ઉર્મિલા માતોંડકર 1લી ડિસેમ્બરે બપોરે 12.30 વાગે માતોશ્રી જશે. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સાથે ઉર્મિલા માતોંડકર મુલાકાત કરશે અને શિવસેનમાં સામેલ થશે. ખરેખર, ઉર્મિલા માતોંડકરને શિવસેના વિધાન પરિષદમાં મોકલવા માંગે છે. તાજેતરમાંજ રાજ્યપાલ કોટામાં વિધાન પરિષધમાં નિયુક્ત કરવામાં આવેલા 12 સભ્યોના નામનુ લિસ્ટ મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સીલ બંધ કવરમાં સોંપ્યુ હતુ. આમાં શિવસેનાએ ઉર્મિલા માતોંડકરને પોતાના કોટામાંથી ઉમેદવાર બનાવી છે. લોકસભામાં ચૂંટણીમાં હતી ઉમેદવાર ઉલ્લેખનીય છે કે ઉર્મિલા માતોંડકર આ પહેલા રાજનીતિક ઇનિંગ રમી ચૂકી છે. ઉર્મિલા માતોંડકર લોકસભા ચૂંટણી લડી ચૂકી છે. 2019ના લોકસભા ચૂંટણીમાં ઉર્મિલા માતોંડકરએ કોંગ્રેસની ટિકીટ પર મુંબઇ ઉત્તરથી ચૂંટણી લડી હતી, જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો, અને બીજેપીના ગોપાલ શેટ્ટીએ તેને હરાવી દીધી હતી.
વધુ વાંચો




















