શોધખોળ કરો
Advertisement
બૉલીવૂડની કઈ સેલિબ્રિટીને લાગ્યો કોરોના વાયરસનો ચેપ, જાણો વિગત
કોરોના સંક્રમણના રિપોર્ટમાં કનિકા પૉઝિટીવ મળી છે, હાલ લખનઉમાં તેને આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. થોડાક સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી
મુંબઇઃ બૉલીવુડની ફેમસ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે, કોરોના સંક્રમણના રિપોર્ટમાં કનિકા પૉઝિટીવ મળી છે, હાલ લખનઉમાં તેને આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે. થોડાક સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી.
ખાસ વાત એ છે સિંગર કનિકા કપૂરે પોતે કોરોના પૉઝિટીવ છે, તે વાત છુપાવી હતી અને એક હૉટલમાં પણ રોકાઇ હતી, ત્યાં તેને ડિનર પાર્ટી પણ કરી હતી.
કનિકા કપૂર બૉલીવુડમાં એક જાણીતો ચહેરો છે, તેને બેબી ડૉલમાં સોને જેવા લોકપ્રિય ગીત પર પોતાની અવાજ આપી હતી. આ ઉપરાંત સિંગરે કેટલાક સિંગિંગ રિયાલિટી શૉમાં જજ તરીકે કામ પણ કર્યુ છે.
હાલમાં બૉલીવુડની ફેમસ સેલિબ્રિટીઓ કોરોના વાયરસથી બચવા માટે વિવિધ રીતે લોકોને જાગૃત કરી રહ્યાં છે, અને અટકાવવા સલાહ આપી રહ્યાં છે, ત્યારે કનિકા કપૂરની આ બેદરકારી ચર્ચાનુ કેન્દ્ર બની છે.
ભારતમાં વધ્યો કોરોનાના કહેર....
ભારતમાં અત્યાર સુધી 173 લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે, આમાં 25 વિદેશી નાગરિકો પણ સામેલ છે, અને ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં 173માંથી 20 લોકો સારવાર બાદ ઠીક થઇ ગયા છે અને હૉસ્પીટલમાંથી રજા આપી દેવાઇ છે, અને 149 કેસ એક્ટિવ છે.
દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિત લોકો મહારાષ્ટ્રમાં છે, અહીં 47 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. વળી કેરાલામાં 27 લોકોમાં કોરોના વાયરસ ફેલાયો છે. બાદમાં કર્ણાટકામાં 14, દિલ્હીમાં 12, ઉત્તરપ્રદેશમાં 16, લદ્દાખમાં 8, જમ્મુ-કાશ્મીર 4, હરિયાણામાં 3 અને પંજાબમાં 2 કેસો સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement