શોધખોળ કરો

Brahmastra: 'બ્રહ્માસ્ત્ર'એ ફક્ત ત્રણ દિવસમાં તોડ્યા છ મોટા રેકોર્ડ, સાઉથમાં કરી રહી છે મોટી કમાણી

બોલિવૂડ  એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ધૂમ કમાણી કરી રહી છે

મુંબઇઃ બોલિવૂડ  એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ધૂમ કમાણી કરી રહી છે. મિશ્ર સમીક્ષાઓ હોવા છતાં પ્રથમ દિવસથી ફિલ્મ જે પ્રકારનું કલેક્શન કરી રહી છે તે આશ્ચર્યજનક છે. પ્રથમ 3 દિવસમાં 'બ્રહ્માસ્ત્ર'એ હિન્દીમાં 112.20 કરોડ, ભારતમાં 124.49 કરોડ અને વિશ્વભરમાં 226.75 કરોડનું કલેક્શન કર્યું છે. સોશિયલ મીડિયાના બૉયકોટ ટ્રેન્ડ, નેગેટીવ પરસેપ્શન અને ખરાબ રિવ્યૂ  છતાં ફિલ્મના બોક્સ ઓફિસના આંકડા શાનદાર છે. આ કલેક્શન સાથે 'બ્રહ્માસ્ત્ર'એ કેટલાક મોટા રેકોર્ડ બનાવ્યા છે.

Brahmastra: 'બ્રહ્માસ્ત્ર'એ ફક્ત ત્રણ દિવસમાં તોડ્યા છ મોટા રેકોર્ડ, સાઉથમાં કરી રહી છે મોટી કમાણી

  1. નોન હોલિડે ઓપનિંગ વીકએન્ડ

KGF 2, RRR, 'વોર' અને 'સુલતાન' જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યા હતા. પરંતુ તે બધામાં એક વસ્તુ સમાન છે - તેમાંથી કોઈ પણ શુક્રવારે રિલીઝ થઇ નથી. બોક્સ ઓફિસ પર અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસના સામાન્ય સપ્તાહમાં 'બ્રહ્માસ્ત્ર'એ ભારતમાં 124.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 3 દિવસના સામાન્ય વીકએન્ડ પ્રમાણે 'બ્રહ્માસ્ત્ર'નું આ કલેક્શન હિન્દી ફિલ્મોનું ચોથું શ્રેષ્ઠ ઓપનિંગ વીકએન્ડ છે.

  1. હિન્દીમાં ટોપ ઓપનિંગ વીકએન્ડ

રિલીઝના દિવસને ધ્યાનમાં લીધા વિના અહીં બ્રહ્માસ્ત્ર પ્રથમ સપ્તાહના અંત સુધીની હિન્દી ફિલ્મોના કલેક્શન પર નજર કરીએ તો ટોપ 10માં પહોંચવામાં સફળ રહી છે. પરંતુ અહીં એક સ્ક્રૂ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની 'પદ્માવત' 25 જાન્યુઆરી 2018, ગુરુવારે રિલીઝ થઈ હતી. પરંતુ રિલીઝના એક દિવસ પહેલા નિર્માતાઓએ બુધવારે ચાહકો માટે ફિલ્મના પેઇડ પ્રીવ્યૂ રાખ્યા હતા.

આ પ્રિવ્યૂઝથી ફિલ્મે 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કલેક્શનમાં પેઇડ પ્રિવ્યૂની ગણતરી કરવામાં આવે તો 'બ્રહ્માસ્ત્ર' ટોપ 10માંથી બહાર થઈ જશે.

  1. એક દિવસમાં શ્રેષ્ઠ કમાણી

હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની 'વોર' બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં બમ્પર કલેક્શન સાથે બોલિવૂડ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. તેણે તેના ઓપનિંગ પર એટલે કે પહેલા દિવસે 53.35 કરોડનું કલેક્શન કર્યું હતું. 'બ્રહ્માસ્ત્ર' આ યાદીમાં આઠમા નંબર પર છે.

  1. આલિયા-રણબીરની કારકિર્દી શ્રેષ્ઠ ફિલ્મ

'બ્રહ્માસ્ત્ર'ના મુખ્ય કલાકારો અને રિયલ લાઈફ કપલ રણબીર કપૂર, આલિયા ભટ્ટે આ ફિલ્મમાંથી તેમની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રથમ વીકેન્ડ કલેક્શન બનાવ્યું છે. રણબીરની કારકિર્દીમાં 'બ્રહ્માસ્ત્ર' (રૂ. 124.49 કરોડ) પહેલા, સૌથી મોટું પ્રથમ વીકેન્ડ કલેક્શન સંજુ (રૂ. 120.06 કરોડ)નું હતું. આલિયાના કરિયરમાં 'બ્રહ્માસ્ત્ર' પહેલા આ રેકોર્ડ 'કલંક'ના નામે હતો, જેણે પહેલા વીકએન્ડમાં 62.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

  1. ટોપ ઓપનિંગ વીકએન્ડ (ભારત)

પ્રથમ 3 દિવસની કમાણી સાથે 'બ્રહ્માસ્ત્ર' બોલિવૂડને સીધી ટોચની લીગમાં લઈ ગઈ છે. પ્રથમ સપ્તાહના કલેક્શનના રેકોર્ડમાં, KGF 2 આ વર્ષે 380.15 કરોડની કમાણી કરીને ટોચ પર છે. તે પછી આવે છે RRR, જેણે 324 કરોડની કમાણી કરી હતી. આ પછી 'બ્રહ્માસ્ત્ર' 124.49 કરોડ સાથે ત્રીજા નંબર પર છે.

  1. દક્ષિણમાં બોલિવૂડની દમદાર કમાણી

બોક્સ ઓફિસ પર તેના પહેલા વીકએન્ડમાં 'બ્રહ્માસ્ત્ર'એ સાઉથમાંથી 34.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બિઝનેસના કિસ્સામાં, દક્ષિણના 4 મુખ્ય સર્કિટમાં 'બ્રહ્માસ્ત્ર'નું કલેક્શન નીચે મુજબ છે. કર્ણાટકમા 8.5 કરોડ રૂપિયા, આંધ્ર પ્રદેશ/તેલંગાણામાં 19.2 કરોડ રૂપિયા, તમિલનાડુમાં 5.3 કરોડ રૂપિયા, કેરળમાં 1.65 કરોડ રૂપિયા છે.

ટ્રેન્ડ મુજબ ચોથા દિવસે 'બ્રહ્માસ્ત્ર'ની કમાણી 15 કરોડની નજીક હોવાનો અંદાજ છે. હવે લોકોની નજર બોક્સ ઓફિસ પર એક સપ્તાહના અંતે 'બ્રહ્માસ્ત્ર'નું કલેક્શન કેવું રહેશે તેના પર રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget