શોધખોળ કરો

રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ

Dharmendra Death News: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. બિકાનેરના ભૂતપૂર્વ સંસદ સભ્ય, ધર્મેન્દ્રનો રાજકારણ સાથે ખાસ સંબંધ હતો, પરંતુ તેમણે માત્ર પાંચ વર્ષમાં જ રાજકારણથી સંન્યાસ લઇ લીઘો.

Dharmendra Death News:બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે 24 નવેમ્બર, સોમવારના રોજ 89 વર્ષની વયે મુંબઈમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. થોડા દિવસ પહેલા તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

બોલીવુડના "હી-મેન" તરીકે જાણીતા ધર્મેન્દ્રએ તેમના શાનદાર ફિલ્મી કરિયરની સાથે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. જોકે, ત્યાં તેમની સફર તેમની ફિલ્મો જેટલી સફળ રહી ન હતી. ચાલો ધર્મેન્દ્રની ટૂંકા ગાળાની પણ ખૂબ જ ચર્ચિત રાજકીય સફર વિશે જાણીએ.

રાજકારણમાં પ્રવેશવાની સ્ટોરી 
2004 માં, ધર્મેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીના સ્વિંગ ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈને રાજકારણમાં પ્રવેશ કર્યો. આ સમય દરમિયાન, તેઓ શત્રુઘ્ન સિંહા સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા.

આ મુલાકાત રાજકારણ તરફ તેમનું પહેલું પગલું હતું. ભાજપે તેમને રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા. ધર્મેન્દ્રએ કોંગ્રેસના ઉમેદવાર રામેશ્વર લાલ ડુડીને લગભગ 6૦,૦૦૦ મતોથી હરાવીને ચૂંટણી જીતી અને સંસદમાં પહોંચ્યા.

ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી ટૂંકી પણ યાદગાર હતી.
ધર્મેન્દ્રને રાજકારણ ગમતું ન હતું. તેમની પ્રખ્યાત ફિલ્મ, શોલેના એક સંવાદનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું હતું કે, જો સરકારે તેમની વાત નહીં સાંભળી, તો તેઓ સંસદની છત પરથી કૂદી પડશે. જોકે તેમણે જબરદસ્ત જીત મેળવી, પરંતુ  તેમની  સંસદમાં  ઓછી હાજરી ચર્ચામાં રહી છે. 

ધર્મેન્દ્રની રાજકીય કારકિર્દી તેમની ફિલ્મો જેટલી સફળ નહોતી. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેઓ ફક્ત થોડી વાર જ સંસદમાં હાજરી આપી શક્યા. બિકાનેરના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, તેમના સાંસદ, ધર્મેન્દ્ર  મતવિસ્તારની મુલાકાત લેતા નહોતા કે જનતા સાથે જોડાતા નહોતા. તેમણે તેમનો મોટાભાગનો સમય ફિલ્મોના શૂટિંગમાં અથવા તેમના ફાર્મહાઉસમાં વિતાવ્યો હતો. જો કે, તેમના સમર્થકો હંમેશા કહેતા હતા કે ,ધર્મેન્દ્ર બીકાનેર માટે પડદા પાછળના ઘણા કામ કરે છે.

ધર્મેન્દ્રએ રાજકારણ કેમ છોડ્યું? સની દેઓલે ખુલાસો કર્યો
2009માં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, ધર્મેન્દ્ર ફરી ચૂંટણી લડ્યા નહીં અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. પાછળથી, તેમના પુત્ર, સની દેઓલે એક મુલાકાતમાં ખુલાસો કર્યો કે, ધર્મેન્દ્ર રાજકારણ ક્યારેય  પસંદ ન હતું.તેમણે એ જોઇન કર્યાનો તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.  ધર્મેન્દ્રએ એકવાર કહ્યું હતું કે, "મેં કામ કર્યું અને કોઈ બીજાએ શ્રેય લીધો. કદાચ તે સ્થાન મારા માટે ન હતું."

બાદમાં, તેમના પુત્ર, સની દેઓલ અને પત્ની, હેમા માલિનીએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ ધર્મેન્દ્રએ હંમેશા અંતર જાળવી રાખ્યું. સની દેઓલે ગુરદાસપુરથી એક વાર ચૂંટણી જીતી અને પછી રાજકારણ છોડી દીધું. હેમા માલિની ત્રણ વખત મથુરાથી સાંસદ તરીકે  ચૂંટાયા.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget