સેટ પર સીન ભૂલી ગયો હતો Akshaye Khanna, 'દ્રશ્યમ 2'ના આ BTS વીડિયોને જોઇને તમે પણ હંસી પડશો.....
આ બીટીએસ વીડિયોમાં સુપરસ્ટાર અજય દેવગનથી લઇને અક્ષય ખન્ના સુધી અને ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ મોજ મસ્તી કરતી જોવા મળી રહી છે.
![સેટ પર સીન ભૂલી ગયો હતો Akshaye Khanna, 'દ્રશ્યમ 2'ના આ BTS વીડિયોને જોઇને તમે પણ હંસી પડશો..... BTS Video: akshaye khanna to much fun in drishyam 2 set, bts video viral સેટ પર સીન ભૂલી ગયો હતો Akshaye Khanna, 'દ્રશ્યમ 2'ના આ BTS વીડિયોને જોઇને તમે પણ હંસી પડશો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/7d1434e9232a2a3bdc4f3255e6cf16f4166935195837577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Akshaye Khanna Drishyam 2 BTS Video: બૉલીવુડ ફિલ્મ 'દ્રશ્યમ 2' આજકાલ ખુબ ચર્ચામાં છે, અને ઝડપથી તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. રિલીઝના પહેલા અઠવાડિયામાં જ ફિલ્મએ ધાંસૂ કમાણી કરી લીધી છે. ફિલ્મના ડાયરેક્ટરે ફિલ્મને 100 કરોડના ક્લબમાં સામેલ થવા મામલે કહ્યું કે હતે 'દ્રશ્યમ 2'નો નેક્સ્ટ પાર્ટ પણ લઇને જલદી આવશે. જોકે, આ બધાની વચ્ચે ફિલ્મનો એક બીટીએસ વીડિયો સામે આવ્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ બીટીએસ વીડિયોમાં સુપરસ્ટાર અજય દેવગનથી લઇને અક્ષય ખન્ના સુધી અને ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ મોજ મસ્તી કરતી જોવા મળી રહી છે.
'દ્રશ્યમ 2'ના સેટ પર અક્ષય ખન્નાએ લીધી મજા -
ફિલ્મ 'દ્રશ્યમ 2'માં આઇપીએલ ઓફિસર તરુણનો રૉલ કરનારા અક્ષય ખન્નાની એક્ટિંગ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. જે રીતે અક્ષયે આ ફિલ્મમાં પોતાની ભૂમિકા નિભાવી છે, તેની દરેક બાજુ પ્રસંશા થઇ રહી છે. વળી, પદડા પાછળ શૂટિંગના સમયે અક્ષય ખન્ના 'દ્રશ્યમ 2'ના સેટ પર ખુબ મજેદાર અંદાજમાં દેખાઇ રહ્યો છે. તાજેતરમાં જ 'દ્રશ્યમ 2'ના મેકર્સે ફિલ્મનો બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યો છે, જેમાં તમે જોઇ શકો છો કે, અક્ષય ખન્ના 'દ્રશ્યમ 2'ના ડાયરેક્ટર અભિષક પાઠકને કહી રહ્યાં છે ભાઇ સીન દે સીન, સીન ભૂલ ગયા હૂં મે........
જોકે અક્ષય ખન્નાનો આ અંદાજ જોઇને દરેક કોઇ સેટ પર હંસવા લાગે છે, ખુદ અક્ષય ખન્ના પણ પોતાની હંસી નથી રોકી શકતો. બીજી બાજુ એક્ટ્રેસ શ્રેયા સરને 'દ્રશ્યમ 2'ની શૂટિંગ દરમિયાન ખુબ મસ્તી કરી છે. 'દ્રશ્યમ 2'ના આ બીટીએસ વીડિયોમાં તમે અજય દેવગન અને સૌરભ શુક્લાની પણ ઝલક આસાનીથી જોઇ શકો છો.
દ્રશ્યમ 2 સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે.
View this post on Instagram
'દ્રશ્યમ 2'ની રિવ્યૂ -
અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'ને ફિલ્મ સમીક્ષકો અને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ભલે આ ફિલ્મ 2015માં આવેલી ફિલ્મ 'દ્રશ્યમ'ની રીમેક છે. ફિલ્મમાં, તબ્બુ વિજય સાલગાંવકર (અજય દેવગન) વિરુદ્ધ પુરાવા શોધવાનો પૂરો પ્રયાસ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)