શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Exclusive: સુશાંત સિંહ કેસમાં હવે CBI તપાસ નક્કી, નીતિશ સરકારે કરી ભલામણ
બે રાજ્યોની પોલીસની તપાસ વચ્ચે ફસાયેલો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ હવે સીબીઆઇના હાથમાં જઇ શકે છે
પટનાઃ બિહાર સરકારે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માંગ કરી દીધી છે. આ પહેલા સીએમ નીતિશ કુમારે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે સુશાંત સિંહના પરિવારે માંગ કરી છે કે આની સીબીઆઇ તપાસ થાય, તે સારુ રહેશે. તેમની આ માંગ પર તાત્કાલિક બિહાર પોલીસ સીબીઆઇ તપાસની ભલામણ કરશે.
સીએમ નીતિશે એબીપી ન્યૂઝે કહ્યું- અમારા ડીજીપીએ આજે સુશાંતના પરિવાર સાથે વાત કરી છે, તેના પરિવારે માંગ કરી છે કે આની સીબીઆઇ તપાસ થાય તો સારુ રહેશે. તેની આ સહમતિ પર તાત્કાલિક બિહાર પોલીસ સીબીઆઇ તપાસની ભલામણ કરવાની છે. આ માટે બિહાર સરકારની સહમતિ લેવામાં આવશે જે મળી જશે. તેમેન કહ્યું કે આ માટે જો કોઇ કાયદેસર પ્રક્રિયા છે, શરૂ કરી દેવામાં આવી છે. અમારી કોશિશ છે કે આ બધુ આજે જ થઇ જાય. અમે લોકો શરૂઆતથી જ કહી રહ્યા હતા કે આની સીબીઆઇ તપાસ થાય. પરંતુ અમે લોકો ત્યારે પણ કરી શકતા હતા, જ્યારે સુશાંતના પિતા સહમતી આપતા પણ હવે એમ જ થયુ છે.
આ પહેલા આઇસીએસ અને પટના એસપી વિનય તિવારીને મુંબઇમાં ક્વૉરન્ટાઇન કરી દીધા, આના પર સીએમ નીતિશ કુમારે કહ્યું કે, અહીંથી તપાસ માટે ગયેલા ઓફિસારને ક્વૉરન્ટાઇન કરી દીધા તે બધુ કેટલુ ખોટુ થઇ રહ્યુ છે. મુંબઇ પોલીસે જે કર્યુ તે સાર્વજનિક છે, જે અધિકારી તપાસ માટે ગયો છે, તેને ક્વૉરન્ટાઇનમાં રાખશે, ખરેખરમાં મહારાષ્ટ્ર સરકારે જે કર્યુ તે યોગ્ય નથી. સીબીઆઇ આને ટેકઓવર કરી લેશે, જે મારા હિસાબે સૌથી સારુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion